શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીરમાં પંચાયતોને શક્તિશાળી બનાવવા કેન્દ્ર આપશે 3700 કરોડ રૂપિયા
સૂત્રોના મતે જમ્મુ કાશ્મીરની ચૂંટાયેલી પંચાયટો-સ્થાનિક સંસ્થાઓને 3700 કરોડ઼ રૂપિયા આપવામાં આવશે જેમાંથી 700 કરોડ રૂપિયા અગાઉથી આપવામાં આવી ચૂક્યા છે
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં પંચાયતોને વધુ શક્તિશાળી બનાવવા અને સ્થાનિક સ્વશાસનને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર ગંભીર છે. કેન્દ્ર જમ્મુ કાશ્મીરમાં છેલ્લા વર્ષે ચૂંટાયેલી ગ્રામ પંચાયતોના ખાતામાં ડાયરેક્ટ 3700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની યોજના બનાવી રહ્યું છે. એમાં લગભગ 1800 કરોડ રૂપિયા કાશ્મીરમાં વિકાસ કાર્યો અને લોકકલ્યાણના અન્ય કામો માટે પંચાયટોને આપવામાં આવશે. સૂત્રોના મતે જમ્મુ કાશ્મીરની ચૂંટાયેલી પંચાયટો-સ્થાનિક સંસ્થાઓને 3700 કરોડ઼ રૂપિયા આપવામાં આવશે જેમાંથી 700 કરોડ રૂપિયા અગાઉથી આપવામાં આવી ચૂક્યા છે. આ રકમનો ઉપયોગની સમીક્ષા બાદ કેન્દ્ર બે હપ્તામાં વધારાના 1500-1500 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવશે.
એક અધિકારીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં છેલ્લા વર્ષે ઘણી રાહ જોયા બાદ અમે પંચાયત ચૂંટણી કરાવી હતી. આ અગાઉ સુધી જમીની સ્તર પર આ ફંડ પહોંચી શકતું નહોતું. અંતમાં રાજ્યપાલ શાસન હેઠળ પંચાયત સંપન્ન થયા હતા ત્યારબાદ વિકાસ કાર્યો માટે ચૂંટાયેલા સરપંચોને સીધું ફંડ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં ગ્રામ પંચાયતોને ટ્રાન્સફર કરવામાં આવેલા ફંડના 10 ટકા વહીવટી જરૂરિયાતો પર ખર્ચ કરવામાં આવશે જ્યારે 90 ટકા ફંડ સ્થાનિક લોકોના હિતમાં ઉપયોગમાં આવશે. કેન્દ્ર દ્ધારા મોકલવામાં આવેલા પૈસાનો ગ્રામ પંચાયતો યોગ્ય રીતે ઉપયોગ કરે આ સુનિશ્વિત રવા માટે બૈક ટુ વિલેજ યોજનાની શરૂઆત કરી છે. આ હેઠળ ક્લાસ ઓફિસર ગામમાં જાય અને સરપંચો અને અન્ય લોકોને માર્ગદર્શન કરે છે. સાથે ઓફિસર ફંડના ઉપયોગ પર પણ નજર રાખે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion