શોધખોળ કરો
Advertisement
પ્રથમ વખત વિજ્ઞાપનમાં જોવા મળ્યો આ ભારતીય ખેલાડી, પત્ની સાથે જોવા મળી શાનદાર કેમેસ્ટ્રી
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતના ટેસ્ટ ક્રિકેટના વિશેષજ્ઞ ચેતેશ્વર પૂજારાએ પોતાનું મહત્ત્વ સાબિત કર્યું છે. ઓસ્ટ્રલેયિ પ્રવાસ પર ભારતને મળેલ ઐતિહાસિક જીતના હીરો રહેલ ચેતેશ્વર પૂજારાએ ત્રણ સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી સહિત કુલ 521 રન બનાવ્યા હતા. જોકે હવે પૂજારા 9 વર્ષ પછી વિજ્ઞાપનમાં જોવા મળી રહ્યા છે. પૂજારા એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સની જાહેક ખબરમાં જોવા મળી રહ્યા છે.
આ તેના 9 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં પ્રથમ જાહેરાત છે. ખાસ વાત એ છે કે પોતાના નામ પ્રમાણે દેશની સૌથી વિશ્વાસપાત્ર બેન્કે આ જાહેરાત માટે પસંદગી કરી છે. પૂજારાને ટીમ ઇન્ડિયાનો બીજો રાહુલ દ્રવિડ માનવામાં આવે છે.
આ જાહેરાતમાં તેની પત્ની પૂજા પણ છે. પત્ની સાથે જાહેરાત કરનાર પૂજારા વિરાટ કોહલી પછી બીજો ક્રિકેટર બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સેહવાગ, ધોની, યુવરાજ વગેરેનો જાહેરાત વર્લ્ડમાં દબદબો રહ્યો છે પણ પોતાની પત્ની સાથે જોવા મળ્યા ન હતા. વિરાટ કોહલીએ આ ધારણા તોડી હતી પણ તેની પત્ની અનુષ્કા શર્મા બોલિવુડની મોટી હસ્તી છે.
You know him as the ever dependable middle order batsman & a team man on the pitch. Ever wonder what he's like off the cricket field? We present #MainSeHum ka kadam ft. Puja & @cheteshwar1. Watch how he always keeps his family first both on & off the field https://t.co/VdWkuJ1vjJ pic.twitter.com/T5hnXAj5KY
— SBI Life Insurance (@SBILife) February 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement