શોધખોળ કરો

IPL ઓક્શનમાં CSKએ ખરીદ્યા બાદ ચેતેશ્વર પુજારાએ વીડિયો શેર કરીને ધોનીને લઈને શું કહ્યું ?

ચેતેશ્વર પુજારાને સાત વર્ષ બાદ હરાજીમાં ખરીદવામાં આવ્યો છે. પુજારાને ચેન્નઈ સુપર કિંગ્સે તેની બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

નવી દિલ્હી: IPL 2021ના ઓક્શનમાં ફ્રેન્ચાજીઓએ કેટલાક ખેલાડીઓ પર પૈસાનો ખૂબ વરસાદ કર્યો, ત્યારે કેટલાક ખેલાડીઓને નિરાશા હાથ લાગી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે ચેતેશ્વર પુજારાને ખરીદ્યો છે. ભારતીય ટેસ્ટ ટીમના મુખ્ય બેટ્સમેન ચેતેશ્વર પુજારાને સાત વર્ષ બાદ હરાજીમાં ખરીદવામાં આવ્યો છે. પુજારાને ચેન્નઈ સુપર કિંગ્સે તેની બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. પુજારાએ પોતાની અંતિમ આઈપીએલ મેચ મે 2014માં પંજાબ તરફથી રમી હતી. ત્યારે હવે પુજારા ચેન્નઈ ટીમ સાથે જોડાઇને ખૂબ જ ખુશ છે. પુજારાએ એક વીડિયો શેર કરીને ખુશી વ્યક્ત કરી છે. ઇન્સ્ટાગ્રામ પર સીએસકે દ્વારા શેર કરાયેલા આ વીડિયોમાં પુજારાએ ચેન્નઈના કેપ્ટન ધોની વિશે પણ મહત્વની વાત કહી હતી. તેણે કહ્યું, 'આઈપીએલમાં પાછા ફરવાનો આનંદ થયો. હું પીળી જર્સીમાં રમવા માટે તૈયાર છું. પુજારાએ વધુમાં કહ્યું કે, હું ફરીથી ધોનીભાઈ સાથે રમતો જોવા મળીશ. જ્યારે મેં ડેબ્યૂ કર્યું ત્યારે ધોની ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો. માહીભાઈના નેતૃત્વમાં રમવાની ઘણી યાદો છે. હું તેમની સાથે રમવા તૈયાર છું. આઈપીએલની વાત કરીએ તો તે ટેસ્ટ મેચથી સાવ જુદી છે. તમારે ગિયર સ્વિચ કરવાની જરૂર છે. સારી તૈયારી સાથે મને આશા છે કે હું આઈપીએલમાં સારું પ્રદર્શન કરીશ. ઉલ્લેખનીય છે કે, પુજારાએ આઈપીએલમાં અત્યાર સુધી 30 મેચ રમી છે. જેમાં 99.74ની સ્ટ્રાઈક રેટ સાથે 390 રન બનાવ્યા છે. જ્યારે ભારત માટે અત્યાર સુધી 83 ટેસ્ટ મેચ રમી છે. તેમાં તેણે 6227 રન બનાવ્યા છે. એટલું જ તેણે ત્રણ વખત બેવડી સદી મારી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget