શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ક્રિસ ગેઈલે ટી20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્ચો, બનાવ્યો આ શાનદાર રેકોર્ડ, જાણો વિગત
આઈપીએલના 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ‘યુનિવર્સ બોસ’ ક્રિસ ગેઈલે 99 રનની તોફાની બેટિંગ કરી હતી.
IPL 2020: આઈપીએલના 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ‘યુનિવર્સ બોસ’ ક્રિસ ગેઈલે 99 રનની તોફાની બેટિંગ કરી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે 6 ફોર અને 8 સિક્સ ફટકારી હતી. તેની સાથે જ ગેઈલના નામે ટી20 ક્રિકેટમાં 1000 સિક્સ મારવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. ટી20 ક્રિકેટમાં આ કારનામું કરનાર ગેઈલ પહેલો બેટ્સમેન બની ગયો છે.
ગેઈલ જ્યારે રાજસ્થાન વિરુદ્ધ બેટિંગ કરવા આવ્યો હતો ત્યારે તેને આ મુકામ સુધી પહોંચવા માટે 7 સિક્સની જરૂર હતી. એવામાં આક્રમક બેટિંગ કરતા 19મીં ઓવરમાં કાર્તિક ત્યાગીની 5મી બોલ પર પોતાના કેરિયરની 1000મી સિક્સ નોંધાવી હતી. આ ઈનિંગમાં તેણે 99 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
ટી20 ક્રિકેટમાં ગેઈલનો આ રેકોર્ડ તોડવું હવે અસંભવ માનવામાં આવી રહ્યું છે. કારણ કે આ લિસ્ટમાં બીજા નંબરે કેરન પોલાર્ડનું નામ છે અને પોલાર્ડના નામે ટી20માં 690 સિક્સ છે અને ગેઈલના નામે હજાર સિક્સ થઈ ગઈ છે. પોલાર્ડ ગેઈલથી ઘણો પાછળ છે, એવામાં આ રેકોર્ડ તોડવું અસંભવ માનવામાં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
મનોરંજન
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion