નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડ઼ીઝના બેટ્સમેન ક્રિસ ગેલ ટી20 ક્રિકેટમાં 900 છગ્ગા લગાવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. ગેલે આ સિદ્ધિ બાંગ્લાદેશ પ્રીમિયર લીગના 25માં મેચમાં મેળવી છે. રંગપુર રાઈડર્સ તરફતી રમતા ગેલે આ મેચમાં સુલ્ના ટાઈટન્સ વિરૂદ્ધ 40 બોલમાં 5 છગ્ગા ફટકારીને 55 રન બનાવ્યા હતા. તેની સાથે જ ગેલે ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં 900 છગ્ગા ફટકારનાર ઈતિહાસનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
2/3
ગેલે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી 363 ટી20 મેચ રમ્યા છે અને તેમાં 930 ચોગ્ગા અને 900 છગ્ગા ફટકારતા 12189 રન બનાવ્યા છે. ગેલે 12189માંથી અંદાજે 75 ટકારન બાઉન્ડ્રી લગાવતા બનાવ્યા છે.
3/3
ટી20 ક્રિકેટમાં 557 છગ્ગા સાથે કિરિન પોલાર્ડ આ યાદીમાં બીજા નંબર પર છે. 365 ટી20 મેચમાં 484 છગ્ગા સાથે બ્રેંડમ મેકુલમ આ યાદીમાં ત્રીજા નંબર પર છે. શેન વોટ્સન 286 અને ડેવન સ્મિથ 372 છગ્ગા સાથે આ યાદીમાં ચોથા અને પાંચમાં સ્થાન પર છે. ટી20 ક્રિકેટમાં ટોપ 10 બેટ્સમેનમાં એક માત્ર રોહિત શર્મા આ યાદીમાં સામેલ છે. તેણે 295 ટી20માં 322 છગ્ગા માર્યા છે.