વેસ્ટ ઈન્ડિઝ સિલેક્ટર કમિટીના ચેરમેન કર્ટની બ્રાઉને કહ્યું કે, અમે ક્રિસ ગેલને આરામ આપ્યો છે. તેના સ્થાને શેલડન કોટરેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગેઈલની ગેરહાજરીમાં ઈવાન લુઈસ પર ટીમને સારી શરૂઆત અપાવવાની જવાબદારી રહેશે.
2/3
બાંગ્લાદેશ સામેની ત્રીજી અને અંતિમ વન ડેમાં ક્રિસ ગેઇલે શાહિદ આફ્રિદીના 476 ઇન્ટરનેશનલ સિક્સ લગાવવાના રેકોર્ડની બરોબરી કરી છે. ગેઇલે બાંગ્લાદેશ સામે અંતિમ વન-ડે મેચમાં પાંચ સિક્સ ફટકારી આફ્રિદીની રેકોર્ડની બરોબરી કરી છે. તે મેચમાં તેણે 72 રનની ઈનિંગ રમી હોવા છતાં ટીમને જીતાડી શક્યો નહોતો અને બાંગ્લાદેશે 9 વર્ષ બાદ વિદેશી ધરતી પર વનડે સીરિઝ જીતી હતી.
3/3
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામે ત્રણ મેચની T20 સીરિઝ પહેલા વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે મોટો ફેંસલો લીધો છે. ટીમના સ્ટાર બેટ્સમેન અને વિસ્ફોટક ક્રિકેટર ક્રિસ ગેઈલની ટી20 સીરિઝમાંથી બાદબાદી કરવામાં આવી છે.