ક્રિસ ગેઈલની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ગેઈલ ભારત પ્રવાસ પર આવેલ વેસ્ટઇન્ડિઝ ટીમનો ભાગ નથી પરંતુ હાલમાં તે ભારતમાં અંગત કામથી આવ્યો છે. આ દરમિયાન તેણે પોલીસકર્મીની બાઈક બેસી તસવીર પડાવી હતી. પોતાની આ તસવીર શેર કરતા ગેઈલે આઇ લવ ઇન્ડિયા અને મુંબઇ મેરી જાન અને ઓફિસર ગેલ જેવા હૈશટેગ પણ કર્યા હતા.
2/3
મુંબઈ: વેસ્ટઇન્ડિઝનો આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઈલ પોતાની તોફાની બેટિંગના કારણે સમગ્ર વિશ્વમાં જાણીતો છે. ક્રિસ ગેઈલ પોતાના ફેન્સને પણ હંમેશા હસાવતો જવા મળે છે. સોશિયલ મીડિયા પર ક્રિસ ગેઈલ ખૂબ જ એક્ટિવ છે. ગેઈલના વીડિયો અને તસવીરો ઘણી વખત વાયરલ થયા હોય છે.
3/3
વેસ્ટઇન્ડિઝના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઈલે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં ગેઈલ મુંબઇ પોલીસની બાઇક પર બેસેલો જોવા મળે છે. ગેઈલની આ તસવીરમાં કેટલાક પોલીસકર્મીઓ પણ જોવા મળી રહ્યા છે. જેમા તેઓ ક્રિસની પાછળ ઉભેલા હસતા જોવા મળે છે.