શોધખોળ કરો
Advertisement
ભારત સામેની ટી-20 માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાંથી ગેલ આઉટ, જાણો ક્યા બે ધુરંધર ખેલાડીને પાછા બોલાવાયા?
વેસ્ટઇન્ડીઝમાં 14 ખેલાડીમાં દિગ્ગ્જ ઓલરાઉન્ડર કેરોન પોલાર્ડ અને સુનીલ નારેનની ટીમમાં વાપસી થઈ છે. જ્યારે યુનિવર્સ બૉસના નામે જાણીતા ક્રિસ ગેલને ટીમમાંથી બહાર કરી દેવામા આવ્યો છે
નવી દિલ્હીઃ ભારતીય ટીમ આગામી 3જી ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસની શરૂઆત કરશે, ભારતીય ટીમની જાહેરાત પહેલાથી જ થઇ ચૂકી છે, હવે વિરોધી કેરેબિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલને પ્રથમ બે ટી20 મેચોમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ભારતીય ટીમ વિન્ડિઝ પ્રવાસ દરમિયાન 3 ટી-20, 3 વન ડે અને 2 ટેસ્ટ મેચ રમશે.
ભારતીય ટીમ સામે ટી-20 સિરીઝના પહેલા બે મેચોમાં વેસ્ટઇન્ડીઝમાં 14 ખેલાડીમાં દિગ્ગ્જ ઓલરાઉન્ડર કેરોન પોલાર્ડ અને સુનીલ નારેનની ટીમમાં વાપસી થઈ છે. જ્યારે યુનિવર્સ બૉસના નામે જાણીતા ક્રિસ ગેલને ટીમમાંથી બહાર કરી દેવામા આવ્યો છે.
ખાસ વાત છે કે, સુનીલ નરેનની 3 વર્ષ બાદ ટી-20 ટીમમાં વાપસી થઈ છે. તેને છેલ્લે 2016માં ઇંગ્લેન્ડ સામે ટી-20 મેચ રમી હતી.
પોલાર્ડની વાત કરીએ તો છેલ્લે ટી-20 મેચ નવેમ્બર 2018માં ભારત સામે જ રમી હતી. આ સાથે ટી-20 ટીમમાં વિકેટકીપર બેટ્સમેન એથોની બ્રેમબ્લેનું સિલેક્શન પહેલીવાર થયું છે. જેને ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
પ્રથમ બે ટી-20 મેચ માટે કેરેબિયન ટીમ....
જોન કેમ્પબેલ, ઇવિન લ્યુઇસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરાન, કેરોન પોલાર્ડ, રોમેન પોવેલ, કાર્લોસ બ્રેથવેટ(કેપ્ટન), કિમો પોલ, સુનિલ નરેન, શેલ્ડન કોટ્રેલ, ઓશ્ના થોમસ, એન્થોની બ્રેમ્બલે, આન્દ્રે રસેલ, ખૈરી પિર્રે.
BREAKING: WEST INDIES SQUAD RELEASED FOR 1ST AND 2ND T20I vs INDIA IN FLORIDA. #ItsOurGame pic.twitter.com/gGU5Gde77E
— Windies Cricket (@windiescricket) July 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement