નોંધનીય છે કે ગરમી દરમિયાન ચેતેશ્વાર પૂજારા પોતાના ખિસ્સામાં નાની બોટલ રાખીને રમ્યો હતો. આ જ કારણે ટીમ ઇન્ડિયા વધારાને બેટ્સમેનને બદલો પાંચ બોલર સાથે રમી હતી. કોહલીનું કહેવું છે કે, "ચાર બોલરો ગરમીને કારણે પરેશાન થઈ ગયા હોત, આ માટે તેમને થોડો બ્રેક આપવો જરૂરી હતો. આ જ કારણે અમે પાંચ બોલર સાથે રમ્યા હતા."
2/4
30 સપ્ટેમ્બરના રોજથી લાગૂ થયેલા આઇસીસીના નવા નિયમ પ્રમાણે વોટર બ્રેક ફક્ત વિકેટ પડ્યા બાદ અથવા ઓવર પછી જ લઈ શકાય છે. આ ઉપરાંત જો બ્રેક લેવો હોય તો અમ્પાયરના કહેવા પર જ લઈ શકાય છે. રાજકોટની મેચ દરમિયાન ગરમી ખૂબ વધારે હતી, તેમજ તાપમાન 40 ડિગ્રી આપસાસ રહ્યું હતું. બંને ટીમના ખેલાડીઓ વારેવારે ડ્રિંક માંગી રહ્યા હતા અને આ દરમિયાન અમ્પાયર તેમના પર નજર રાખી રહ્યા હતા.
3/4
ઉપરાંત આઇસીસીના નિયમ પ્રમાણે ખેલાડીઓ પાણી પીવા માટે ફક્ત વિકેટ પડ્યા બાદ અથવા ઓવરો પૂરી થયા બાદ જ બ્રેક લઈ શકે છે. એવામાં કોહલીએ ગરમીની સિઝનમાં આ નિયમમાં થોડી રાહત આપવાની માંગણી કરી છે.
4/4
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન શરૂઆતના મેચ દરમિયાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માના સાથે હોવાને લઈને ખૂબ વિવાદ થયો હતો. હવે કેપ્ટન કોહલીએ બીસીસીઆઈને કહ્યું છે કે, વિદેશ પ્રવાસ પર સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પત્ની સાથે રાખવાની મંજૂરી આપવામાં આવશે. કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA)એ પણ સ્વીકર્યું કે કોહલીએ આ માગ કરી છે, પરંતુ આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બીસીસીઆઈના હાલના નિયમ પ્રમાણે વિદેશ પ્રવાસ દરમિયાન બે અઠવાડિયા સુધી પત્ની કે ગર્લફ્રેન્ડ ક્રિકેટર સાથે રહી શકે છે.