Deepak Punia Wins Gold:કુશ્તીમાં ભારતને ત્રીજો ગોલ્ડ, દીપક પૂનિયાએ પાકિસ્તાનના પહેલવાનને હરાવી જીત્યો ગોલ્ડ
ભારતના દીપક પુનિયાએ બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કમાલ કર્યો છે. તેણે પુરુષોની 86 કિગ્રામાં પાકિસ્તાનના મોહમ્મદ ઇનામને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Deepak Punia Wins Gold in CWG 2022: ભારતના દીપક પુનિયાએ બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કમાલ કર્યો છે. તેણે પુરુષોની 86 કિગ્રામાં પાકિસ્તાનના મોહમ્મદ ઇનામને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કુસ્તીમાં આ ભારતનો ત્રીજો ગોલ્ડ છે. દીપક પુનિયા પહેલા બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે ગોલ્ડ જીત્યો હતો.
DEEPAK HAS DONE IT 🔥🔥
— SAI Media (@Media_SAI) August 5, 2022
3️⃣rd Back To Back GOLD 🥇for 🇮🇳
Unassailable @deepakpunia86 🤼♂️ (M-86kg) wins GOLD on his debut at #CommonwealthGames 🔥🔥
The World C'ships 🥈 medalist displayed brilliant form at @birminghamcg22 with 2 technical superiority wins 😁#Cheer4India
1/1 pic.twitter.com/5hEJf6Ldd4
દીપકે પાકિસ્તાની રેસલરને ટક્કર આપી
દીપક પુનિયાએ 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અત્યાર સુધીનો સૌથી યાદગાર ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેણે ફ્રી સ્ટાઇલ 86 કિગ્રા વર્ગમાં પાકિસ્તાનના મોહમ્મદ ઇનામને હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. ઇનામ સામે પૂનિયાએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેણે પાકિસ્તાની રેસલરને એક પણ તક આપી ન હતી. દીપકે આ મેચ 3-0થી જીતી લીધી હતી.
કુસ્તીમાં આ ભારતનો ત્રીજો ગોલ્ડ અને એકંદરે ચોથો મેડલ છે. આ પહેલા અંશુ મલિકે સિલ્વર, બજરંગ પુનિયાએ ગોલ્ડ અને સાક્ષી મલિકે પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
કુશ્તીમાં દેશને પ્રથમ ગોલ્ડ મેડલ બજરંગ પુનિયાએ અપાવ્યો હતો. ભારતના બજરંગ પુનિયાએ 65 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના બજરંગ પુનિયાએ બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કમાલ કરી, બજરંગ પુનિયાએ 65 કિગ્રા વજન વર્ગમાં કેનેડાના કુસ્તીબાજને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતના દિગ્ગજ કુશ્તીબાજ બજરંગ પુનિયાએ કોમનવેલ્થ ગેમ્સમાં સતત બીજો ગોલ્ડ મેડલ જીત્યો. તેણે ફ્રી સ્ટાઇલ 65 કિગ્રા વર્ગમાં કેનેડાના લચલાન મેકનીલને 9-2થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. બર્મિંગહામમાં કુસ્તીમાં ભારતનો આ પહેલો અને એકંદરે છઠ્ઠો ગોલ્ડ મેડલ છે.
બજરંગે અગાઉ 2018 કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ તેણે 2014ની કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વખતે કુશ્તીમાં ભારતનો આ બીજો મેડલ છે. બજરંગ પહેલા અંશુ મલિક સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી.
અંશુ મલિકે સિલ્વર જીત્યો
આ પહેલા અંશુ મલિકે 57 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે, તે ફાઈનલ મેચમાં ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગઈ હતી. આ ઈવેન્ટમાં નાઈજીરીયાના ઓડુનાયો અદેકુરોયે ગોલ્ડ મેડલ જીત્યો હતો.નાઈજીરીયાના ઓડુનાયો અડેકુરોયે ફાઈનલના પ્રથમ રાઉન્ડમાં ચાર પોઈન્ટ મેળવ્યા હતા. આ પછી અંશુએ બીજા રાઉન્ડમાં જોરદાર વાપસી કરી અને ચાર પોઈન્ટ મેળવ્યા, પરંતુ નાઈજીરીયાના ઓડુનાયો અડેકુરોયે પણ બીજા રાઉન્ડમાં બે પોઈન્ટ મેળવ્યા. આવી સ્થિતિમાં અંશુ ગોલ્ડ મેડલ જીતી શકી ન હતી અને અંશુ મલિકને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.