શોધખોળ કરો
Advertisement
કોરોનાના કારણે રમત-જગતની કઈ હસ્તીનું મોત નિપજ્યું, થોડા દિવસ પહેલા જ તેમના પિતાનું પણ થયું નિધન, જાણો
કોરોના વાયરસના કારણે છેલ્લા 2 અઠવાડિયામાં રમત જગતના 6 દિગ્ગજોએ જીવ ગુમાવ્યો છે. સાબિયા કોરોનાના કારણે જીવ ગુમાવનાર રમત જગતના છઠ્ઠા દિગ્ગજ છે.
કોરોના વાયરસના કારણે છેલ્લા 2 અઠવાડિયામાં રમત જગતના 6 દિગ્ગજોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે ઈટલીની ઓલિમ્પિક સમિતિએ બુધવારે કહ્યું હતું કે, 56 વર્ષે રનર દોનાતો સાબિયાનું કોરોનાના કારણે નિધન થયું હતું. તેઓ 800 મીટર વર્ગમાં બે વાર ઓલિમ્પિક ફાઈનલિસ્ટ રહી ચુક્યા છે. થોડા દિવસો પહેલાં જ તેમના પિતાનું પણ કોરોનાના કારણે અવસાન થયું હતું. સાબિયા કોરોનાના કારણે જીવ ગુમાવનાર રમત જગતના છઠ્ઠા દિગ્ગજ છે.
બુધવારે સ્વિત્ઝર્લેન્ડના આઈસ હોકી લેજેન્ડ રોજર શૈપોનું 79 વર્ષની વયે નિધન થયું હતું. 1964 વિન્ટર ઓલિમ્પિક રમી ચૂકેલા શૈપો દેશ માટે 100થી વધુ મેચ રમ્યા હતા. આ પહેલા ફ્રાન્સના ફૂટબોલ ક્લબ રીમ્સના ડોકટર બર્નાર્ડ ગોન્ઝાલેઝ (60), ઈંગ્લેન્ડના લેંકશાયર ક્રિકેટ ક્લબના અધ્યક્ષ ડેવિડ હોજકિસ (71), ફ્રાન્સના ઓલિમ્પિક ડી માર્શલ ફૂટબોલ ક્લબના પૂર્વ અધ્યક્ષ પેપ દિઓફ (68) અને પાકિસ્તાનના સ્ક્વોશ લેજેન્ડ આઝમ ખાન (95)એ જીવ ગુમાવ્યો હતો.
વિશ્વભરમાં 15 લાખ 18 હજાર 719 કોરોનાના કેસ નોંધાયા છે. 88 હજાર 502 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમવ્યા છે. ત્રણ લાખ 30 હજાર 600 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઈટલીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખ 39 હજાર છે. તેમાંથી 17 હજાર 669નાં મોત નિપજ્યાં છે. ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 5 હજારથી વધુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement