શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર સુરેશ રૈનાએ કેટલા રૂપિયાનું આપ્યું દાન? PM મોદીએ ક્રિકેટના જ અંદાજમાં કર્યાં વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે, તેઓ કોરોના સામે ચાલી રહેલા જંગમાં સામે આવે અને સ્વેચ્છાએ મદદ કરે. ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ કોવિડ-19 વિરુદ્ધ ચાલી રહેલી યુદ્ધમાં 52 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ ચીનમાંથી શરૂ થયેલા કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો છે અને અત્યાર સુધી કુલ 30 હજારથી પણ વધારે લોકો આ જીવલેણ વાયરસનો ભોગ બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે, તેઓ કોરોના સામે ચાલી રહેલા જંગમાં સામે આવે અને સ્વેચ્છાએ મદદ કરે. દેશમાં અનેક ક્રિકેટર્સ અને બોલિવૂડ સ્ટાર્સ મદદ માટે આગળ આવ્યા છે. જેમાં ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ કોવિડ-19 વિરુદ્ધ ચાલી રહેલી યુદ્ધમાં 52 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
સુરેશ રૈનાએ આ રકમમાંથી 31 લાખ રૂપિયા વડાપ્રધાન કેર્સ ફંડ અને 21 લાખ રૂપિયા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં દાન આપવાની જાહેરાત કરી છે. તેણે ટ્વિટર પર આ માહિતી આપી છે અને વડાપ્રધાન મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પીએમઓને ટેગ કર્યાં છે.It’s time we all do our bit to help defeat #COVID19. I’m pledging ₹52 lakh for the fight against #Corona (₹31 lakh to the PM-CARES Fund & ₹21 lakh to the UP CM’s Disaster Relief Fund). Please do your bit too. Jai Hind!#StayHomeIndia @narendramodi @PMOIndia @myogiadityanath
— Suresh Raina🇮🇳 (@ImRaina) March 28, 2020
દાન કે કોઈ પણ પ્રકારની મદદ આપવા માટે વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે. રૈનાએ લખ્યું હતું કે, આ સમય છે આપણે કોવિડ-19ને પરાજય આપવામાં આપણાં તરફથી મદદ કરીએ. હું પ્રતિજ્ઞા લઉ છું કે કોરોના વિરુદ્ધ લડાઈમાં 52 લાખ રૂપિયા આપીશ. જય હિંદ. વડાપ્રધાન મોદીએ રૈનાની પ્રશંસા કરતા ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો કે, આ શાનદાર અડધી સદી છે.That’s a brilliant fifty, @ImRaina! #IndiaFightsCorona https://t.co/O6vY4L6Quo
— Narendra Modi (@narendramodi) March 28, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion