શોધખોળ કરો
Advertisement
મીણબત્તી-દીવાની સાથે લોકોએ ફટાકડાં ફોડતા નારાજ થયો આ સ્ટાર ગુજરાતી ક્રિકેટર, ટ્વિટ થયું વાયરલ
હાલ દુનિયાના 200થી વધુ દેશ કોરોના વાયરસની મહામારીમાં સપડાઈ ચુક્યા છે છે. વિશ્વમાં 11 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ દેશભરમાં લોકોએ તેમના ઘરની તમામ લાઇટ બંધ કરીને દીવા અને મીણબત્તી પ્રગટાવી હતી. આ ઉપરાંત ક્રિકટરોએ પણ ઘરની અંદર દીવા અને મીણબત્તી પ્રગટાવી કોરોના સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપ્યું હતું. પરંતુ આ દરમિયાન લોકોએ કરેલી હરકતથી ભારતનો પૂર્વ ઓલરાઉન્ડર અને ગુજરાતી ક્રિકેટર ઈરફાન પઠાણ નારાજ થયો હતો.
પીએમની દીવા અને મીણબત્તી સળગાવવાની અપીલ પર કેટલાક લોકોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો. જેના પર પોતાની નારાજગી વ્યક્ત કરતાં ઈરફાન પઠાણે લખ્યું કે, “જ્યાં સુધી લોકોએ ફટાકડા ફોડવાનું શરૂ નહોતું કર્યું ત્યાં સુધી બધું સારી રીતે ચાલી રહ્યું હતુ.” ઈરફાન પઠાણનું આ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે અને ફેન્સ પણ આને લઈ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. રા લોકોને સલાહ અને મોટીવેટ કરતો રહે છે. કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે તેણે થોડા સમય પહેલા મોટી સંખ્યામાં માસ્ક પણ વહેંચ્યા હતા. આ ઉપરાંત 10,000 કિલો ચોખા અને 7000 કિલો બટાકાનું પણ વિતરણ કર્યુ હતું.
હાલ દુનિયાના 200થી વધુ દેશ કોરોના વાયરસની મહામારીમાં સપડાઈ ચુક્યા છે છે. વિશ્વમાં 11 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે 60 હજારથી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં 3500થી વધુ લોકો કોરોના સંક્રમિત છે. કોરોના વાયરસના કારણે ભારતમાં 83 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement