શોધખોળ કરો
Advertisement
OMG: મેચમાં ટોસ માટે ઉછાળેલો સિક્કો પડ્યો તો ખરો પણ.....
નેપાળે હોંગકોંગને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. હોંગકોંગની ટીમે નેપાળ માટે 96 રનોનો ટાર્ગેટ મૂક્યો.
નવી દિલ્હીઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ ઇસ્ટર્ન રીઝન 2019માં નેપાળ અને હોંગકોંગની વચ્ચે મહત્ત્વપૂર્ણ મેચ શરૂ થતા પહેલા એક રસપ્રદ ઘટના ઘટી જેના કારણે થોડા સમય માટે ત્યાં હાજર લોકો પણ હસવું રોકી શક્યા ન હતા.
મેચની શરૂઆતમાં ટોસ માટે જ્યારે સિક્કો ઉછાળવામાં આવ્યો ત્યારે તે જમીન પર ઉંધો કે ચત્તો પડવાને બદલે જમીન પર ઉભો જ રહી ગયો. આ જોઈને મેચ અધિકારી અને બન્ને ટીમોના કેપ્ટન આશ્ચર્યથી જોવા લાગ્યા અને હસવા લાગ્યા હતા. ત્યાર બાદ રેફરીએ તે પછી ફરીથી ટોસ ઉછાળવા કહ્યું. તે પછી નેપાળે ટોસ જીત્યો અને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. નેપાળે હોંગકોંગને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. હોંગકોંગની ટીમે નેપાળ માટે 96 રનોનો ટાર્ગેટ મૂક્યો. આ મુકાબલો કિનરારા ઓવલ, મલેશિયામાં રમાયો હતો. હોંગકોંગની ટીમ 43.1 ઓવરમાં 95 રન પર ઓલઆઉટ થઈ ગઈ. નેપાળે ફાઈનલમાં 16.1 ઓવરમાં 96 રન બનાવી ટૂર્નામેન્ટ જીતી.🧐 How often do we see this? The toss in the finals of the #U19ER had to be redone as the coin wouldn't budge either way! #NEPvHK pic.twitter.com/sEIK1DZE1f
— AsianCricketCouncil (@ACCMedia1) July 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
ગુજરાત
Advertisement