ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આ મહિનાથી શરૂ થશે ટેસ્ટ અને વનડે સીરીઝ, જાણો ક્યાંથી અને ક્યારે થશે લાઇવ ટેલિકાસ્ટ
ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્વારા જાહેર કરવામાં આવેલાં નવા શિડ્યુલ મુજબ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરના રોજ રમવામાં આવશે.
નવી દિલ્હીઃ દુનિયામાં સતત વધી રહેલા કોરોનાના નવા વેરિએન્ટ અમિક્રૉન ખતરાને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો હતો, હવે ક્રિકેટ પ્રવાસનુ નવુ શિડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યુ છે. ભારત સાઉથ આફ્રિકામાં 3 ટેસ્ટ મેચ અને 3 વન-ડે મેચ રમશે. બન્ને દેશો વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ મેચની શરૂઆત થશે.
ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્વારા જાહેર કરવામાં આવેલાં નવા શિડ્યુલ મુજબ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરના રોજ રમવામાં આવશે. જે અગાઉ 17 ડિસેમ્બરના રોજ રમાવવાની હતી. બીજી ટેસ્ટ મેચ 3થી 7 જાન્યુઆરી 2002 દરમિયાન અને ત્રીજી ટેસ્ટ મેચ 11થી 15 જાન્યુઆરી દરમિયાન રમવામાં આવશે. પ્રથમ ટેસ્ટ મેચ સેન્યુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં, બીજી મેચ જોહાનિસબર્ગના વાંડરર્સમાં, અને ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમવામાં આવશે.
ત્રણ ટેસ્ટ મેચ સહિત ભારત 3 વન-ડે મેચની સીરિઝ પણ રમશે. જેમાં વન-ડે સીરિઝનું આયોજન 19થી 23 જાન્યુઆરી 2022 દરમિયાન રાખવામાં આવ્યું છે. અને સીરિઝની પ્રથમ બે વન-ડે પાર્લમાં રમવામાં આવશે, જ્યારે અંતિમ અને ત્રીજી વન-ડે કેપટાઉનમાં રમાશે. રિપોર્ટ પ્રમાણે ભારત અને દક્ષિણ આફ્રિકાની તમામ મેચોનુ લાઇવ પ્રસારણ સ્ટાર સ્પૉર્ટસ પરથી જોઇ શકાશે.
ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
વન-ડે સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ મેચઃ 19 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી મેચઃ 21 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી મેચઃ 23 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)