Cricket: 39 વર્ષીય ક્રિકેટરને હ્રદય રોગના હુમલાથી થયુ મોત, ઓલરાઉન્ડ પ્રદર્શનથી વિરોધી ટીમને કરતો હતો ચીત
Crickter Dead in Bengal: સુવોજિતે બંગાળ માટે 2014ની વિજય હજારે ટ્રૉફીમાં ઓડિશા સામે ડેબ્યૂ કર્યું હતું અને ત્રણ રણજી ટ્રૉફી રમતોમાં પણ ભાગ લીધો હતો
Crickter Dead in Bengal: ક્રિકેટ જગતમાંથી અવારનવાર વિચિત્ર અને ખાસ સમાચાર સામે આવતા રહે છે, પરંતુ આ વખતે ફરી એકવાર માઠા અને શોકના સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ આવેલા એક દુઃખદ સમાચારે ક્રિકેટ જગતને હચમચાવી દીધું છે. 39 વર્ષના એક ક્રિકેટરનું અચાનક અવસાન થયું છે. બંગાળના પૂર્વ રણજી ટ્રૉફી ખેલાડી સુવોજીત બેનર્જીનું સોમવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. જેના કારણે સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બંગાળના પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સુવોજિતે વિજય હજારે ટ્રૉફીમાં બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
રણજી ટ્રૉફીમાં રમવાનો અનુભવ
સુવોજિતે બંગાળ માટે 2014ની વિજય હજારે ટ્રૉફીમાં ઓડિશા સામે ડેબ્યૂ કર્યું હતું અને ત્રણ રણજી ટ્રૉફી રમતોમાં પણ ભાગ લીધો હતો. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, બેનર્જી સવારના નાસ્તા પછી સોલાપુરમાં તેમના ઘરે નિદ્રા લઈ રહ્યા હતા. થોડા કલાકો પછી 39 વર્ષીય ખેલાડીએ તેના માતાપિતાના કૉલનો જવાબ આપ્યો ન હતો. આ પછી ડૉક્ટરોને બોલાવવામાં આવ્યા હતા. તેઓએ સુવોજીતને મૃત જાહેર કર્યો હતો.
લક્ષ્મી રતન શુક્લાએ શું કહ્યું ?
સુવોજીત હજુ પણ ડૉમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો હતો. ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા લક્ષ્મી રતન શુક્લાને ટાંકવામાં આવ્યું હતું કે, "તે એક સાથી અને આકર્ષક વ્યક્તિ હતા. ઘરેલુ ક્રિકેટમાં તેના પ્રદર્શને તે સમયે બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને બંગાળ ટીમમાં તેની પસંદગી અપેક્ષા મુજબ જ થઈ હતી.
જમણેરી બેટ્સમેન હતા સુવોજિત
સુવોજિત, જમણા હાથનો બેટ્સમેન અને પાર્ટ-ટાઇમ ઓફ-સ્પિનર, 2008-09 થી 2016-17 સુધી ઘરેલું ક્રિકેટમાં પૂર્વ બંગાળ માટે રમ્યો હતો. તેણે બે વખત ટીમનું નેતૃત્વ કર્યું. તેમના નિધનથી બંગાળ ક્રિકેટ સહિત દરેકને આશ્ચર્ય થયું છે.
આ પણ વાંચો
Look Back 2024: એક-બે નહીં કુલ 31 ક્રિકેટરોએ આ વર્ષે ક્રિકેટ છોડી, લિસ્ટમાં ભારતમાં 12 નામો પણ સામેલ