શોધખોળ કરો

Look Back 2024: એક-બે નહીં કુલ 31 ક્રિકેટરોએ આ વર્ષે ક્રિકેટ છોડી, લિસ્ટમાં ભારતમાં 12 નામો પણ સામેલ

Lookback 2024, 2024 Cricketers Retirement: ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમે અને તેની કારકિર્દી લાંબી હોય તે તમામ ખેલાડીઓની ઈચ્છા હોય છે. સતત ઉચ્ચ સ્તરનું પ્રદર્શન જાળવી રાખવું સરળ નથી

Lookback 2024, 2024 Cricketers Retirement: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે, બન્ને ટીમો 1-1ની બરાબરી પર છે. ત્રીજી ટેસ્ટ ડ્રો જાહેર થયા બાદ ભારતના દિગ્ગજ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે પાંચ મેચની સીરીઝની વચ્ચે નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ આ વર્ષે નિવૃત્તિ લેનારો તે એકમાત્ર ખેલાડી નથી. 2024માં અત્યાર સુધીમાં ભારતના 12 ખેલાડીઓ સહિત વિશ્વ ક્રિકેટના કુલ 31 ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી છે.

ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમે અને તેની કારકિર્દી લાંબી હોય તે તમામ ખેલાડીઓની ઈચ્છા હોય છે. સતત ઉચ્ચ સ્તરનું પ્રદર્શન જાળવી રાખવું સરળ નથી. આ કારણોસર, કેટલાક ખેલાડીઓ ક્રિકેટના એક ફોર્મેટમાંથી નિવૃત્તિ લે છે અને અન્યમાં રમવાનું ચાલુ રાખે છે. આ વર્ષે વિરાટ અને રોહિત શર્માએ પણ T20 વર્લ્ડકપ જીત્યા બાદ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તેઓ ODI અને ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. પરંતુ દિનેશ કાર્તિક અને રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજ ખેલાડીઓએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

આ વર્ષે 2024 માં આ ભારતીય ક્રિકેટરોએ લીધું રિટાયરમેન્ટ 

રવિચંદ્રન અશ્વિન - 
18 ડિસેમ્બરે બ્રિસ્બેન ટેસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટ તેની છેલ્લી ટેસ્ટ હતી.

વિરાટ કોહલી - 
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આ વર્ષે 2024 T20 વર્લ્ડકપ જીત્યા બાદ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પોતાની T20 કારકિર્દીમાં વિરાટે 125 મેચ રમી જેમાં તેણે 48.69ની એવરેજથી 4188 રન બનાવ્યા છે.

રોહિત શર્મા - 
રોહિત શર્માએ પણ T20 વર્લ્ડકપ 2024 ટ્રૉફી જીત્યા બાદ T20માંથી નિવૃત્તિ લીધી હતી. T20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર (205) ફટકારનારો હિટમેન રોહિતે 159 T20 મેચોમાં 4231 રન બનાવ્યા બાદ તેની કારકિર્દીનો અંત આણ્યો હતો.

રવિન્દ્ર જાડેજા - 
વિશ્વના નંબર વન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20 વર્લ્ડકપ બાદ પોતાની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આણ્યો હતો. તેણે 74 ટી20 મેચમાં 54 વિકેટ લેવાની સાથે 515 રન પણ બનાવ્યા છે.

શિખર ધવન - 
ડાબોડી ઓપનર શિખર ધવને તેની છેલ્લી મેચ ડિસેમ્બર 2022માં ભારત માટે રમી હતી. અંતે, લાંબા સમયથી ટીમની બહાર રહેલા શિખરે આ વર્ષે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે 34 ટેસ્ટ, 167 ODI અને 68 T20 મેચ રમી, જેમાં 24 સદી અને 55 અડધી સદી સહિત કુલ 10867 રન બનાવ્યા છે.

રિદ્ધિમાન સાહા - 
ભારત અને બંગાળનો વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા. 3 નવેમ્બરના રોજ રિદ્ધિમાન સાહાએ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહ્યું હતું.

દિનેશ કાર્તિક - 
ભારતીય ક્રિકેટ ટીમના બેસ્ટ ફિનિશર અને વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પણ 2024માં ક્રિકેટને અલવિદા કહી દીધું. દિનેશ કાર્તિકની છેલ્લી મેચ 2022માં ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડકપ દરમિયાન હતી.

સૌરભ તિવારી - 
ભૂતપૂર્વ બેટ્સમેન સૌરભ તિવારી 2024માં નિવૃત્તિ લેનારો પ્રથમ ભારતીય ક્રિકેટર હતો. 2010માં ડેબ્યૂ કરનારો તિવારીએ ત્રણ વનડે મેચ રમી હતી, પરંતુ તેને નેશનલ ટીમમાં વધુ તક ન મળી.

વરુણ આરોન - 
ઝારખંડના જમણા હાથના ઝડપી બોલર વરુણ એરોને પણ રણજી ટ્રૉફી 2023-24 પછી નિવૃત્તિ લીધી હતી. તેની ઈજાના કારણે તેને તેની કારકિર્દીમાં ઘણું નુકસાન થયું. તેણે 2011-2015 વચ્ચે કુલ 18 મેચ રમી અને 29 વિકેટ લીધી છે.

કેદાર જાધવ - 
કેદાર જાધવે જૂનમાં રમતના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. 39 વર્ષીય જાધવે ભારત માટે 73 ODI અને 9 T20 મેચમાં 1389 રન બનાવ્યા અને 27 વિકેટ લીધી છે.

બરિન્દર સરન - 
પંજાબનો ડાબોડી ફાસ્ટ બૉલર બરિન્દર સરન, જેણે જૂન 2016માં ઝિમ્બાબ્વે સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું, તેણે આ વર્ષે 31 વર્ષની વયે નિવૃત્તિ લીધી છે.

સિદ્ધાર્થ કૌલ - 
ભારતીય બૉલર સિદ્ધાર્થ કૌલે પણ આ વર્ષે પોતાની ભારતીય ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહી દીધું. પંજાબના 34 વર્ષીય ક્રિકેટરે 2018 થી 2019 દરમિયાન ભારત માટે ત્રણ ODI અને વધુ T20 મેચ રમી હતી. તેણે ત્રણ મેચમાં માત્ર ચાર ટી-20 વિકેટ લીધી, જ્યારે તે તેની ODI કારકિર્દીમાં એક પણ વિકેટ લઈ શક્યો નહીં.

2024 ક્રિકેટરોની નિવૃત્તિ: - 
અન્ય દેશોના ખેલાડીઓ, જેમણે ક્રિકેટને આ વર્ષે અલવિદા કહ્યું છે
ન્યૂઝીલેન્ડ - નીલ વેગનર, કૉલિન મુનરો, ટિમ સાઉથી
ઓસ્ટ્રેલિયા - ડેવિડ વૉર્નર, મેથ્યૂ વેડ, વિલ પુકૉવસ્કી
પાકિસ્તાન - ઈમાદ વસીમ, મોહમ્મદ આમિર, મોહમ્મદ ઈરફાન
દક્ષિણ આફ્રિકા - હેનરિક ક્લાસેન, ડીન એલ્ગર, ડેવિડ વીઝ (તેઓ નામીબીયા ટીમમાં પણ રમ્યો હતો)
ઈંગ્લેન્ડ - જેમ્સ એન્ડરસન, મૉઈન અલી, ડેવિડ મલાન
વેસ્ટ ઈન્ડિઝ - શેનૉન ગેબ્રિયલ
બાંગ્લાદેશ - શાકિબ અલ હસન, મહમુદુલ્લાહ
નેધરલેન્ડ - સિબ્રાન્ડ એન્જેલબ્રેખ્ત

આ પણ વાંચો

Look Back 2024: વર્ષ 2024ની મોદી સરકારની 5 સૌથી સારી યોજનાઓ, ગરીબો માટે બની ફાયદાકારક, વાંચો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp AsmitaAhmedabad | અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ વીડિયોમાંGujarat Unseasonal Rain:કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું ભયંકર સંકટ, 30થી40 કિમીની ઝડપે ફુંકાશે પવનKutch Earthquake: વહેલી સવારે ધ્રુજી ગઈ ધરા,3.7ની તીવ્રતાનો અનુભવાયો આચંકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
શું તમે પણ New Born Babyને રૂમ હીટર પાસે સુવડાવો છો, જાણો કેટલું છે ખતરનાક?
શું તમે પણ New Born Babyને રૂમ હીટર પાસે સુવડાવો છો, જાણો કેટલું છે ખતરનાક?
ગુજરાત ભાજપે અનેક જિલ્લા અને તાલુકાના મંડળ પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો કોને સોંપાઇ જવાબદારી?
ગુજરાત ભાજપે અનેક જિલ્લા અને તાલુકાના મંડળ પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો કોને સોંપાઇ જવાબદારી?
Embed widget