IND vs SA 3rd T20: અર્શદીપ કે પછી ઉમરાન? આકાશ ચોપડાએ જણાવ્યું કોને મળી શકે ડેબ્યુ કરવાની તક
આ પહેલાં રમાયેલી બંને મેચોમાં ભારતને હાર મળી ચુકી છે અને ભારત માટે આજે કરો યા મરોની સ્થિતિ છે.
![IND vs SA 3rd T20: અર્શદીપ કે પછી ઉમરાન? આકાશ ચોપડાએ જણાવ્યું કોને મળી શકે ડેબ્યુ કરવાની તક Aakash Chopra On Team India Playing Possible Changes In IND Vs SA 3rd T20 IND vs SA 3rd T20: અર્શદીપ કે પછી ઉમરાન? આકાશ ચોપડાએ જણાવ્યું કોને મળી શકે ડેબ્યુ કરવાની તક](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/bd6718cff8e1919bbea79d48d13d89a5_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs SA T20 Series: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે વિશાખાપટ્ટનમની ડૉ. વાઈએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે મેચ રમાશે. પાંચ મેચોની ટી20 સીરીઝની આ ત્રીજી મેચ રમાશે. આ પહેલાં રમાયેલી બંને મેચોમાં ભારતને હાર મળી ચુકી છે અને ભારત માટે આજે કરો યા મરોની સ્થિતિ છે. આજની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરબદલ થવાના સંકેત મળી રહ્યા છે. સંભાવના છે કે, ઉમરાન મલિક કે અર્થદીપ બંનેમાંથી કોઈ એક બોલરને આજે ઈન્ટરનેશનલ ડેબ્યુ કરવાનો મોકો મળી શકે છે. પૂર્વ ટેસ્ટ ક્રિકેટર આકાશ ચોપડાએ પણ આ વાત તરફ ઈશારો કર્યો છે.
આકાશ ચોપડાનું માનવું છે કે, આજની મેચમાં ઉમરાન મલિકને તક આપવામાં આવી શકે છે. આકાશે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, 'હું કોઈ ફેરફારની તરફેણ નથી કરી રહ્યો, પરંતુ જો કોઈ ફેરફાર કરવાની જરૂર પડશે તો હું અર્શદીપનું નામ લઈશ. જોકે, ઉમરાન મલિકે IPLની મિડલ ઓવરોમાં સૌથી વધુ વિકેટ લીધી છે. આ સ્થિતિમાં જો મિડલ ઓવરોની સમસ્યા દૂર કરવી હોય તો ઉમરાનને તક આપવામાં આવી શકે છે. ઘણીવાર જ્યારે પ્રેશર હોય છે, ત્યારે ટીમ વિવિધ સંયોજનો સાથે જવાનો પ્રયાસ કરે છે. જેથી આજે ઉમરાનને તક મળે તેવી શકયતા છે.
'અક્ષરની જગ્યાએ રવિને તક મળે'
આકાશ ચોપડાએ અક્ષર પટેલને બદલીને રવિ બિશ્નોઈને તક આપવાના મહત્વપૂર્ણ ફેરફાર તરફ પણ ધ્યાન દોર્યું છે. આકાશ કહે છે, 'હું કહીશ કે અક્ષરના સ્થાને રવિ બિશ્નોઈને લેવામાં આવે કારણ કે આ મેદાન પર લેગ-સ્પિનરોના પ્રદર્શનના આંકડા ઘણા સારા છે. અહીં લેગ સ્પિનરોને ઘણી વિકેટો મળે છે.
આ પણ વાંચોઃ
IND vs SA, 3rd T20, India Playing 11: આ ગુજરાતીની આજે ટીમમાંથી થશે હકાલપટ્ટી, ઉમરાન મલિક કરશે ડેબ્યૂ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)