શોધખોળ કરો

IND vs SA, 3rd T20, India Playing 11: આ ગુજરાતીની આજે ટીમમાંથી થશે હકાલપટ્ટી, ઉમરાન મલિક કરશે ડેબ્યૂ

IND vs SA, 3rd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ મંગળવારે વિશાખાપટ્ટનમમાં રમાશે.

IND vs SA, 3rd T20:  ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ મંગળવારે વિશાખાપટ્ટનમમાં રમાશે. આ મેચ ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો છે, કારણ કે જો ઋષભ પંતની ટીમ આ મેચ હારી જશે તો તે શ્રેણી ગુમાવશે. આવો જાણીએ કે આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

ટીમ ઈન્ડિયાની પ્રથમ બે T20માં હાર

ટીમ ઈન્ડિયાએ દિલ્હીમાં રમાયેલી પ્રથમ T20 સાત વિકેટે અને કટકમાં રમાયેલા બીજી ટી20 4 વિકેટથી હારી હતી. આવી સ્થિતિમાં હવે સિરીઝમાં ટકી રહેવા માટે યજમાન ટીમે આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે.

પંત મોટા ફેરફારો કરી શકે છે

કેપ્ટન ઋષભ પંત ત્રીજી T20માં ઘણા મોટા ફેરફાર કરી શકે છે. ઓપનર ઋતુરાજ ગાયકવાડ પ્રથમ ટી20માં માત્ર 23 રન અને બીજી મેચમાં એક રન બનાવી શક્યો હતો. આવી સ્થિતિમાં ત્રીજી અને મહત્વપૂર્ણ મેચમાં તેમના સ્થાને વેંકટેશ અય્યર ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. આ સિવાય બોલિંગમાં ફાસ્ટ બોલર અવેશ ખાન અને સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલને બહારનો રસ્તો બતાવી શકાય છે.

અક્ષર પટેલની જગ્યાએ લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈને તક મળી શકે છે. બીજી તરફ સ્પીડસ્ટાર ઉમરાન મલિકને અવેશની જગ્યાએ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. જોકે, અર્શદીપ સિંહ પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાનો હકદાર છે.

ત્રીજી T20I માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન- ઈશાન કિશન, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઈ, ઉમરાન મલિક અને યુઝવેંદ્ર ચહલ

T20 સીરીઝનો કાર્યક્રમઃ

પહેલી મેચ - 9 જૂન, અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હી, સાઉથ આફ્રિકાની 7 વિકેટથી જીત

બીજી મેચ - 12 જૂન, બારાબતી સ્ટેડિયમ, કટક, સાઉથ આફ્રિકાની 4 વિકેટથી જીત

ત્રીજી મેચ - 14 જૂન, વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ

ચોથી મેચ - 17 જૂન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડિયમ, રાજકોટ

પાંચમી મેચ - 19 જૂન, એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર

સાઉથ આફ્રિક સામે ટી-20 સીરિઝની જાહેર થયેલી ભારતીય ટીમ

સીરિઝ શરૂ થવા પહેલા ભારતનો કેપ્ટન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં ટુર્નામેંટમાથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને રિષભ પંતને જવાબદારી સોંપવામાં આવી છે.

ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન. દીપક હુડા, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકિપર), દિનેશ કાર્તિક (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક

ટી-20 શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમ

બાવુમા (કેપ્ટન), ક્વિન્ટોન ડી કોક, રીઝા હેન્ડ્રિક્સ, હેનરિચ ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એનરિક નોર્ટ્જે, વેઇન પાર્નેલ, ડ્વેન પ્રેટોરિયસ, કાગિસો રબાડા, તબરાઇઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રોસી વાન ડેર ડુસન અને માર્કો જેન્સન

ટોપ સ્ટોરી

મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
12 મેચ રમવા ન્યૂઝીલેન્ડ પહોંચી ટીમ ઇન્ડિયા, 22 ઓક્ટોબરથી થશે ટી20 સીરીઝની શરૂઆત
12 મેચ રમવા ન્યૂઝીલેન્ડ પહોંચી ટીમ ઇન્ડિયા, 22 ઓક્ટોબરથી થશે ટી20 સીરીઝની શરૂઆત
ICCની લેટેસ્ટ રેન્કિંગમાં ભારતીયોનો જલવો, ટીમ ઇન્ડિયાનો બૉલર નંબર-1
ICCની લેટેસ્ટ રેન્કિંગમાં ભારતીયોનો જલવો, ટીમ ઇન્ડિયાનો બૉલર નંબર-1
અણનમ 400 રન, 78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રણજીમાં બન્યો નવો ઈતિહાસ 
અણનમ 400 રન, 78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રણજીમાં બન્યો નવો ઈતિહાસ 

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Embed widget