શોધખોળ કરો
Advertisement
એરોન ફિન્ચે કયા ભારતીયને રોહિતની જગ્યાએ ઓપનિંગ માટે સક્ષમ ગણાવ્યો, જાણો વિગતે
ફિન્ચના મતે આ સ્થાન માટે મયંક અગ્રવાલ સારો ખેલાડી છે. શિખર ધવનની સાથે મયંક અગ્રવાલ ઇનિંગની શરૂઆત કરી શકે છે
નવી દિલ્હીઃ રોહિત શર્માની કમી ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં દેખાઇ રહી છે. ઓપનિંગમાં શિખર ધવનની સાથે કયા બેટ્સમેનનો મોકલવો તે હજુ સુધી ટીમ ઇન્ડિયા નક્કી નથી કરી શકી, કેમકે ઓસ્ટ્રેલિયાની પીચો પર મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સના બૉલને આસાનીથી રમવા અઘરા સાબિત થઇ શકે છે. ત્યારે આ ચર્ચાની વચ્ચે ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચે ટીમ ઇન્ડિયાને એક ખાસ સલાહ આપી છે.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન ફિન્ચે કહ્યું કે ભારત પાસે વનડેમાં રોહિત શર્માની જગ્યા લેવા માટે કેટલાય સારા બેટ્સમેનો છે. રોહિત હાલ ઇજાના કારણે ટીમમાંથી બહાર છે, ત્યારે ફિન્ચના મતે આ સ્થાન માટે મયંક અગ્રવાલ સારો ખેલાડી છે. શિખર ધવનની સાથે મયંક અગ્રવાલ ઇનિંગની શરૂઆત કરી શકે છે.
ફિન્ચે સીરીઝની પહેલી મેચ પૂર્વ વર્ચ્યૂઅલ પ્રેસ કૉન્ફરન્સ કરી, તેમાં કહ્યું- મયંક અગ્રવાલ સારો ખેલાડી છે, અને અમારી સામે સફળ પણ થયો છે, રોહિતની ઇજા દુર્ભાગ્યપૂર્ણ છે. મયંક એકદમ શાનદાર ફોર્મમાં છે, રોહિતની જગ્યા લેવા માટે મયંક બેસ્ટ ખેલાડી છે, અને સક્ષમ પણ છે.
પ્રતિકાત્મક તસવીર
પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જ્યારે ફિન્ચને પુછવામાં આવ્યુ કે તમે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર તરફથી વિરાટ કોહલીની સાથે રમતા હતા, તો તેની કમજોરીઓ જોઇ. આના જવાબમાં ફિન્ચે કહ્યું- તેનામાં બહુ કમજોરીયો છે જ નહીં, તેનો રેકોર્ડ જુઓ, અમારા તેની વિકેટની હંમશા શોધમાં રહેવુ પડશે. તે વનડે ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion