AB Devilliers: ડિવિલિયર્સ શરૂ કરવા માંગે છે યુટ્યૂબ ચેનલ, પરંતુ પહેલો મહેમાન બને આ ક્રિકેટર તો.............
એબી ડિવિલિયર્સે ફેન્સને મોટી ખુશખબરી આપી છે, તેને બતાવ્યુ કે તે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી રહ્યો છે, અને તેનો પહેલો મહેમાન વિરાટ કોહલી હશે,
AB Devilliers and Virat Kohli: સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન એબી ડિવિલિયર્સે એક મોટુ નિવેદન આપ્યુ છે, જેના કારણે ફરી એકવાર તેની મિત્રતા સામેનો અંદાજ લોકોને થઇ ગયો છે. એબી ડિવિલિયર્સે ફેન્સને મોટી ખુશખબરી આપી છે, તેને બતાવ્યુ કે તે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી રહ્યો છે, અને તેનો પહેલો મહેમાન વિરાટ કોહલી હશે, જોકે, વિરાટ કોહલી સિવાય પણ બીજા ઘણાબધા યુટ્યૂબ પર મહેમાન હશે.
વિરાટ કોહલી બનશે પહેલો મહેમાન -
સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને 360 ડિગ્રીના નામથી જાણીતા થયેલા એબી ડિવિલિયર્સે એક મોટી જાણકારી આપી છે. તેને બતાવ્યુ કે, તેની નવી યુટ્યૂબ ચેનલનો પહેલો મહેમાન વિરાટ કોહલી હશે, આ નિવેદન બાદ એબી ડિવિલિયર્સ અને વિરાટ કોહલીના ફેન્સ ખુશ થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ ખુબ સારા મિત્રો છે, અને બન્નેની જોડી ફેન્સને મેદાનની અંદર અને બહાર બન્ને સાઇડ જોવા મળી છે.
એબી ડિવિલિયર્સ એક ટ્વીટ કર્યુ છે, આ ટ્વીટમાં તેને લખ્યું- હું આગામી વર્ષે ચિન્નાસ્વામીમાં પરત ફરી રહ્યો છું, પરંતુ ખેલાડી તરીકે નહીં. એબી ડિવિલિયર્સે આ ટ્વીટમાં આગલ લખ્યું હું રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના તમામ ફેન્સને ધન્યવાદ આપવા માગુ છુ, જેમને મને લગભગ 1 દાયકા સુધી ખેલાડી તરીકે સતત સપોર્ટ કર્યો, સાથે એ વાતની પણ પુષ્ટી કરી છે કે, તે આગામી વર્ષે આઇપીએલમાં પરત ફરી રહ્યો છે, પરંતુ આ વખતે તે રૉયલ ચેલેન્જર્સમાં એક નવી ભૂમિકામાં હશે.
ઉલ્લેખનીય છે કે, એબી ડિવિલિયર્સ લાંબા સમયથી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની સાથે જોડાયેલો રહ્યો, વર્ષ 2011ની મેગા ઓક્શનમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે એબી ડિવિલિયર્સે પોતાની સાથે જોડ્યો હતો. સાઉથ આફ્રિકાનો એબી ડિવિલિયર્સ આઇપીએલમાં એક લોકપ્રિય ખેલાડી બની ગયો હતો. જોકે, ગયા વર્ષે તેને આઇપીએલને અલવિદા કહી દીધુ હતુ, હવે તે એકવાર ફરીથી આઇપીલેમાં બીજી ભુમિકા સાથે એન્ટ્રી કરી રહ્યો છે.
એબી ડિવિલિયર્સનો સંન્યાસ -
એબી ડિવિલિયર્સને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધાના 3 વર્ષ થઇ ચૂક્યા છે. મે 2018માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી એબી ડિવિલિયર્સે સન્યાસ લેવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે, ત્યારબાદ તે દુનિયાભરની ટી20 લીગમાં રમતો રહો છે, અને જબરદસ્ત પ્રદર્શન કરતો રહ્યો છે. ખાસ કરીને આઇપીએલમાં તેનુ પરફોર્મન્સ ખુબ સારુ રહ્યું છે. એબી ડિવિલિયર્સે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરમાં 114 ટેસ્ટ, 228 વનડે અને 78 ટી20 મેચો રમી છે. ખાસ વાત છે કે ગયા વર્ષે તેને આઇપીએલને પણ અલવિદા કહી દીધુ હતુ.