Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન
કૉંગ્રેસ તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જન ખડગે, સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધીના નામ સામેલ છે.

Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસ તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જન ખડગે, સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધીના નામ સામેલ છે. આ સિવાય કોંગ્રેસ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ પણ દિલ્હી ચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળશે. કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં ગુજરાત કૉંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીનું નામ પણ સામેલ છે.
વર્તમાન સીએમ, ડેપ્યુટી સીએમ, પૂર્વ સીએમ, રાજ્યસભા અને લોકસભાના સાંસદો, પૂર્વ સાંસદો ઉપરાંત, કોંગ્રેસે તેના પ્રચારકોની યાદીમાં તેના રાષ્ટ્રીય પ્રવક્તાઓનો પણ સમાવેશ કર્યો છે જેઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે. આ સિવાય સંદીપ દીક્ષિત, દિલ્હી PCC ચીફ દેવેન્દ્ર યાદવ અને સુપ્રિયા શ્રીનેતના નામ પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ છે.
કૉંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 77(1) હેઠળ અમે સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે જેઓ 5 ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરશે.
સ્ટાર પ્રચારકોની યાદી
1. મલ્લિકાર્જુન ખડગે
2. સોનિયા ગાંધી
3. રાહુલ ગાંધી
4. પ્રિયંકા ગાંધી
5. કેસી વેણુગોપાલ
6. અજય માકન
7.કાઝી નિઝામુદ્દીન
8. દેવેન્દ્ર યાદવ
9.અશોક ગેહલોત
10. હરીશ રાવત
11.મુકુલ વાસનિક
12. કુમારી શૈલજા
13. રણદીપ સિંહ સુરજેવાલા
14. સચિન પાયલટ
15, સુખવિન્દરસિંહ સુખુ
16. રેવન્ત રેડ્ડી
17. ડીકે શિવકુમાર
18. ચરણજીત સિંહ ચન્ની
20. દીપેન્દ્ર હુડ્ડા
21. અમરિન્દર સિંહ રાજા વડિંગ
22. અખિલેશ પ્રસાદ સિંહ
23. સલમાન ખુર્શીદ
24. જેપી અગ્રવાલ
25. પવન ખેડા
26. ઈમરાન પ્રતાપગઢી
27. કન્હૈયા કુમાર
28. સુપ્રિયા શ્રીનેત
29. અલ્કા લાંબા
30. ઈમરાન મસૂદ
31. સંદીપ દીક્ષિત
32.સુભાષ ચોપરા
33. ચૌધરી અનિલ કુમાર
34. રાજેશ લીલોઠીયા
35. ઉદિત રાજ
36. અભિષેક દત્ત
37. હારૂન યુસુફ
38. સુખપાલ સિંહ ખૈરા
39. જીજ્ઞેશ મેવાણી
40. રાજેન્દ્ર પાલ ગૌતમ
કોંગ્રેસે AAP સાથે ગઠબંધન કરીને લોકસભા ચૂંટણી લડી હતી પરંતુ આ વખતે તે એકલા હાથે ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસને અહીં તેના ઈન્ડિયા ગઠબંધનના સહયોગીઓનું સમર્થન મળતું હોય તેવું લાગતું નથી. તેમના મોટાભાગના ઘટક પક્ષો AAPના સમર્થનમાં જોવા મળે છે. કેટલાક પક્ષોએ પણ સમર્થન જાહેર કર્યું છે.
કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જાહેરાત કરી છે કે જો તે સરકાર બનાવશે, તો તેઓ બેરોજગાર યુવાનોને એપ્રેન્ટિસશીપ તરીકે દર મહિને 8500 રૂપિયા આપશે. રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સચિન પાયલટે રાજધાની દિલ્હીમાં આ જાહેરાત કરી હતી.
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
