શોધખોળ કરો

BAN vs AFG: બીજી વનડેમાં બાંગ્લાદેશને હરાવી અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સીરીઝ

ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાનની શાનદાર સદી બાદ મુજીબ ઉર રહેમાન અને ફઝલહક ફારૂકીની ઘાતક બોલિંગને કારણે અફઘાનિસ્તાને બીજી ODIમાં બાંગ્લાદેશને 142 રનથી હરાવ્યું.

Bangladesh vs Afghanistan 2nd ODI Highlights: ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાનની શાનદાર સદી બાદ મુજીબ ઉર રહેમાન અને ફઝલહક ફારૂકીની ઘાતક બોલિંગને કારણે અફઘાનિસ્તાને બીજી ODIમાં બાંગ્લાદેશને 142 રનથી હરાવ્યું. આ સાથે અફઘાનિસ્તાને ત્રણ મેચની સીરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવીને સીરીઝ જીતી લીધી હતી. પ્રથમ વખત અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે વનડે શ્રેણી જીતી છે.

અફઘાનિસ્તાને પોતાના બંને ઓપનરની સદીની મદદથી પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 331 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 43.2 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકી અને મુજીબ ઉર રહેમાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશ તરફથી સિનિયર બેટ્સમેન મુશ્ફિકુર રહીમે સૌથી વધુ 69 રન બનાવ્યા હતા. મહેંદી હસન મેરાજ અને શાકિબ અલ હસને 25-25 રન બનાવ્યા હતા. આ સાથે જ છ બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. ઓપનર મોહમ્મદ નઈમે 21 બોલમાં 9 રન અને લિટન દાસે ત્રણ ચોગ્ગાની મદદથી 13 રન બનાવ્યા હતા. આ પછી નજમુલ હુસૈન શાંતો 01 અને તૌહીદ હૃદૌય 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. જ્યારે શાકિબે 25 રન બનાવ્યા તો આફિફ ખાતું પણ ખોલી શક્યો નહોતો.

રહીમ અને મહેંદીએ 72 રનમાં 6 વિકેટ પડી જતાં બાંગ્લાદેશની ઇનિંગ્સને 159 સુધી પહોંચાડી દીધી હતી, પરંતુ આ ભાગીદારી તરત જ તૂટી ગઈ હતી. ફરી એકવાર આખી ટીમ પત્તાની જેમ વેરવિખેર થઈ ગઈ અને આખી ટીમ 189 રન પર સમેટાઈ ગઈ હતી.

અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકી અને મુજીબ ઉર રહેમાન સિવાય રાશિદ ખાને 2 વિકેટ લીધી હતી. આ સિવાય મોહમ્મદ નબીને એક વિકેટ મળી હતી. આ પહેલા રહેમાનુલ્લા ગુરબાઝે બેટિંગ કરતા 145 રનની ઇનિંગ રમી હતી. ગુરબાજનો વનડેમાં આ સર્વોચ્ચ સ્કોર છે. તેના સાથી ઓપનર ઈબ્રાહિમ ઝદરાને 100 રન બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 256 રનની રેકોર્ડબ્રેક ભાગીદારી કરી હતી.            

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Embed widget