શોધખોળ કરો

PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે

PMJAY-Maa hospitals rules: PMJAY મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ્સ માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી(કેન્સર) અને નિઓનેટલ(બાળરોગ) સારવારની પ્રોસીઝર માટેની નવીન SOP સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ.

PMJAY-Maa scheme review: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગઇ કાલે સાંજે તા. 11 ડિસેમ્બરના રોજ PMJAY મા યોજનાની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, કમિશ્નર હર્ષદ પટેલ, નેશનલ હેલ્થ મિશનના મેનેજીંગ ડાયરેક્ટર રેમ્યા મોહન સહિત રાજ્યની વિવિધ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યાં હતા.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ બેઠક સંદર્ભે જણાવ્યું છે કે , પૈસાની લાલચમાં દર્દીઓ સાથે ગેરરીતિ આચરતા લોકો માટે નવીન SOP માં કોણપણ અવકાશ ન રહે તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે. વધુમાં આ યોજના હેઠળ મળતી સારવારને વધુ સરળ , સુગમ્ય અને સમગ્ર વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે.

PMJAY મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ્સ માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી(કેન્સર) અને નિઓનેટલ(બાળરોગ) સારવારની પ્રોસીઝર માટે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા બનાવવામાં આવેલ નવીન SOP સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ પી.એમ.જે.એ.વાય. સંલ્ગન હોસ્પિટલએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે.

આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી માટેની નવીન માર્ગદર્શિકાની પણ દ્વિપક્ષીય વિગતવાર સમીક્ષા કરાઇ હતી. જેમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાંથી હાજર નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટે પોતાના મત અને પ્રતિભાવ રજૂ કર્યા હતા.

તદ્ઉપરાંત ઓન્કોલોજી એટલે કે કેન્સરની વિવિધ પ્રોસિઝર અને નિયોનેટલ કેર એટલે કે બાળકોની લગતી સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે જેમાં પણ નિષ્ણાંત તબીબોના સૂચન લેવામાં આવ્યા હતા.

વધુમાં જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની અલાયદી ટીમો તૈયાર કરવામાં આવશે. જે એમ્પેન્લ્ડ હોસ્પિટલની ફરિયાદ આધારિત, શંકાસ્પદ કામગીરી સંદર્ભે આકસ્મિક મુલાકાત લઇની જરૂરી કાર્યવાહી હાથ ધરશે.

તાજેતરમાં તાત્કાલિક અસરથી કાર્ડિયો પ્રોસિઝરની જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસક્યુલર સર્જરીની પ્રોસીઝર માટે હોસ્પિટલએ ફરજીયાતપણે સાથે જ બંને સ્પેશયાલિટી લેવાની તથા બંને સ્પેશ્યાલિસ્ટ ફરજીયાતપણે ફુલ ટાઇમ રાખવાની જોગવાઇ કરાઇ છે.

કાર્ડિયોની પ્રોસિઝર કરતી હોસ્પિટ્લસએ એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી પ્રોસિઝરની CD દર્દીઓને અને SHA/IC/ISA ને જમા કરાવવાની રહેશે.

વધુમાં આ CD પોર્ટલ પર પણ અપલોડ થાય તે માટેની પણ વ્યવસ્થા હાથ ધરવા મંત્રી એ સૂચન કર્યું હતુ.

યોજના સાથે સંલગ્ન હોસ્પિટ્લસ ઉપરની માર્ગદર્શિકા મુજબ બંને સ્પેશ્યાલિટી સાથે સંલગ્ન ના થઇ શકે તેવા સંજોગોમાં લાભાર્થીઓની ઇમરજન્સી સારવાર માટે પ્રાથમિક એન્જીયોપ્લાસ્ટી પ્રોસિઝર કરવા માટેની જ માન્યતા આપવામાં આવશે.

આ ઉપરાંત મેનપાવર, સાધનસામગ્રી અને જરૂરી લાયસન્સ તેમજ સર્ટીફિકેશન, ક્લિનિકલ પ્રોસીઝર જેવી બાબતો પણ આ નવીન માર્ગદર્શિકામાં સામેલ કરવામાં આવી છે.

જે બાબતે સરકાર અને ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની વિગતવાર ચર્ચા પરામર્શ કરવામાં આવી હતી. હાલ કાર્ડિયોલોજી પ્રોસિઝર સંદર્ભે તાત્કાલિક અસરથી જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં આ બેઠકમાં મળેલા કેટલાક મહત્વના અને યોગ્ય સૂચન ઉમેરવા માટે મંત્રી એ સૂચના આપી છે.

તદ્ઉપરાંત ઓન્કોલોજીની રેડિયોથેરાપી સારવાર માટે પણ નિયત કરેલી મશીન અને સારવાર પધ્ધતિ હોય તેવા જ સેન્ટરને આ યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ રાખવા માટેની દિશામાં પ્રયત્નો હાથ ધરાયા છે.

IGRT (ઇમેજ ગાઇડેડ રેડિએશન થેરાપી) માટે CBCT(કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) કરવા માટેની ઇમેજ KV(કિલો વોટ) મા જ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી ક્યા કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી રહી છે.

કેન્સરની કેટલીક ટ્રિટમેન્ટ માટે ટ્યુમર બોર્ડનું સર્ટિફિકેટ પણ ફરજીયાત કરવામાં આવશે. જેના માટે SHA દ્વારા ઓનલાઇન પોર્ટલ વિકસાવવામાં આવશે.

વધુમાં કેન્સરની ટ્રિટમેન્ટ માટેના કેટલાક પેકેજમાં પણ સુધારા કરવામાં આવશે.

નિનોનેટલ કેર અને ખાસ કરીને બાળકોને આઇ.સી.યુ.માં આપવામાં આવતી સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. જેમાં NICU/SNCU જેવી સારવાર માટે ફરજીયાત પણે સી.સી.ટી.વી. ઇન્સટોલેશન સહિતના વિવિધ મુદ્દાઓ આવરી લઇને ગેરરીતીને કોઇપણ અવકાશ ન રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

કાર્ડિયોલોજી, ઓન્કોલોજી અને નિયોનેટલ કેર માટેની માર્ગદર્શિકા સંદર્ભે થયેલ દ્વિપક્ષીય ચર્ચા બાદ કેટલાક મુદ્દાઓ ઉમેરીને ટૂંક સમયમાં તમામ નવી SOP જાહેર કરવામાં આવશે.

વધુમાં પી.એમ.જે.એ.વાય. અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ અને ટ્રીટમેન્ટ સંલ્ગન માહિતી લોકોને સહેલાઇથી મળી રહે, હોસ્પિટલ્સમાં પેકેજ અને પ્રોસિઝરના સાઇનેજીસ લાગે તે માટેની પણ સૂચના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો....

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'
JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
Advertisement
ABP Premium

વિડિઓઝ

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'
JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Home Loan: જો તમે લોનના આટલા હપ્તા ન ચૂકવો તો બેંક તમને ડિફોલ્ટર જાહેર કરશે, જાણો પછી તમારું શું થશે?
Home Loan: જો તમે લોનના આટલા હપ્તા ન ચૂકવો તો બેંક તમને ડિફોલ્ટર જાહેર કરશે, જાણો પછી તમારું શું થશે?
૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા
૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા
Embed widget