શોધખોળ કરો
Advertisement
2011ના વર્લ્ડકપમાં ભારત સામે મળેલી હારનુ ઠીકરુ શાહિદ આફ્રિદીએ આ મોટા ખેલાડી પર ફોડ્યુ, બોલ્યો- તે ધીમુ રમ્યો ને હાર્યા
વર્લ્ડકપ 2011માં પાકિસ્તાનને મળેલી ભારત સામેની હારને યાદ કરીને હારવાનુ કારણ બતાવ્યુ છે. આફ્રિદીએ તે મેચમાં હાર માટે મિસ્બાહ ઉલ હકની ધીમી ઇનિંગને જવાબદાર ગણી છે
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર જેટલો તણાવ રહે છે, એટલો જ તણાવ બન્ને દેશોની ક્રિકેટ મેચો પર પણ રહે છે. ભારત અને પાકિસ્તાની ખેલાડીઓ મેદાન પર જ્યારે ઉતરે છે ત્યારે કટ્ટર થઇને ઉતરે છે. હવે આ મામલે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ભારત અને પાકિસ્તાનની વર્લ્ડકપ મેચને યાદ કરી છે.
વર્લ્ડકપ 2011માં પાકિસ્તાનને મળેલી ભારત સામેની હારને યાદ કરીને હારવાનુ કારણ બતાવ્યુ છે. આફ્રિદીએ તે મેચમાં હાર માટે મિસ્બાહ ઉલ હકની ધીમી ઇનિંગને જવાબદાર ગણી છે. અરબ ન્યૂઝ રિપોર્ટ અનુસાર, આફ્રિદીની કેપ્ટનશી વાળી પાકિસ્તાનને મોહાલીનાં પંજાબ ક્રિકેટ સંઘ મેદાન પ રમાયેલી વર્લ્ડકપ 2011 સેમિ ફાઇનલ મેચમાં ભારતના હાથો 29 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેમાં મિસ્બાહ ઉલ હકની ધીમી ઇનિંગ પાકિસ્તાનને નડી હતી.
આફ્રિદીએ કહ્યું કે તે મેચમાં અનુભવી બેટ્સમેન યુનિસ ખાને 32 બૉલમાં 13 રન અને મિસ્બાહ ઉલ હકે 76 બૉલમાં 56 રન બનાવ્યા હતા, આફ્રિદી ખુદ પણ મેચમાં કંઇ ન હતો કરી શક્યો તેને 17 બૉલ પર 19 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ભારતે પહેલા બેટિંગ કરતા નવ વિકેટે 260 રનનો સ્કૉર સુધી પહોંચ્યુ હતુ, અને પછી તેને પાકિસ્તાનને 49.5 ઓવરમાં 231 રન પર ઓલઆઉટ કરીને મેચ જીતી લીધી હતી.
આફ્રિદીએ કહ્યું કે મિસ્બાહએ તે સમયે પોતાની રણનીતિ બદલાની જરૂર હતી, તેને રન બનાવવાની જરૂર હતી. જોકે તે તેનો સ્વાભાવ છે તેની રમત છે, તે સેટ થવા માટે ખુબ સમય લે છે, અને રમતને અંત સુધી લઇની કોશિશ કરે છે. પરંતુ તેને સ્કૉરબોર્ડ પર પણ નજર નાંખવાની જરૂર હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion