રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન કોણ? આ ગુજરાતી ખેલાડી સહિત બે નામ રેસમાં સૌથી આગળ
Gill vs Pandya for captaincy: રોહિત શર્મા પછી ભારતીય ટીમને મળશે નવો સુકાની, ગિલ અને પંડ્યા મજબૂત દાવેદાર.

Who will be next Indian captain: ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટન બદલાશે? ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી રોહિત શર્મા કેપ્ટન પદેથી દૂર થઈ શકે છે અને ટીમની કમાન નવા ખેલાડીને સોંપવામાં આવી શકે છે. જો આવું થાય તો યુવા બેટ્સમેન શુભમન ગિલ કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે.
એક રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ટીમમાં નેતૃત્વ બદલવા પર વિચાર કરી રહ્યું છે. માનવામાં આવે છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ બાદ આ અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. હાલમાં શુભમન ગિલ ટીમનો વાઇસ કેપ્ટન છે અને તેને કેપ્ટન બનવાનો પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક સમાચાર અનુસાર, જો રોહિત શર્મા (Rohit Sharma) કેપ્ટન પદ છોડે છે, તો ગિલને આ જવાબદારી મળી શકે છે. જોકે, હાર્દિક પંડ્યા પણ કેપ્ટન બનવાની રેસમાં છે. પંડ્યા એક અનુભવી ખેલાડી છે અને તેણે અગાઉ ટીમનું નેતૃત્વ પણ કર્યું છે. બીજી તરફ, ગિલ યુવા છે અને લાંબા સમય સુધી ટીમનું નેતૃત્વ કરી શકે છે.
શુભમન ગિલ કેમ બની શકે છે કેપ્ટન?
શુભમન ગિલે તાજેતરમાં ટી-20 સિરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી અને તેની કપ્તાની હેઠળ ભારતે ઝિમ્બાબ્વેને 4-1થી હરાવ્યું હતું. ગિલની ઉંમર માત્ર 25 વર્ષ છે અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. આ ઉપરાંત, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ સાથે રમવાનો અનુભવ પણ તેની પાસે છે.
હાર્દિક પંડ્યા પણ રેસમાં
હાર્દિક પંડ્યા અનુભવી ખેલાડી છે અને કેપ્ટન તરીકે તેનો રેકોર્ડ પણ સારો રહ્યો છે. તેણે અમુક મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. 2027ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીએ તો પંડ્યા પણ કેપ્ટનશીપ માટે એક સારો વિકલ્પ બની શકે છે.
જો કે, BCCI તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો હવે BCCIના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે કે રોહિત શર્મા પછી ટીમ ઈન્ડિયાનો સુકાની કોણ બનશે.
આ પણ વાંચો....
રોહિત, વિરાટ અને જાડેજાને મોટો ઝટકો આપવની તૈયારીમાં BCCI, આ લિસ્ટમાંથી કરશે બહાર




















