IPL 2024: આ વર્ષે આઈપીએલમાં જોવા મળશે અનોખો રોમાંચ, જાડેજા ગુજરાતીમાં તો સેહવાગ હરિયાણવીમાં આપશે કોમેન્ટરી
IPL 2024: જિયો સિનેમાએ આજે 2024 ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે તેની નિષ્ણાતોની પેનલની સુપરસ્ટાર્સ ગેલેક્સીમાં નવા સિતારાઓના સમાવેશની જાહેરાત કરી છે.
IPL 2024: જિયો સિનેમાએ આજે 2024 ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે તેની નિષ્ણાતોની પેનલની સુપરસ્ટાર્સ ગેલેક્સીમાં નવા સિતારાઓના સમાવેશની જાહેરાત કરી છે. ભારતમાં રમત ગમતનો મહાકુંભ દર્શકો માટે જિયો સિનેમા પર તદ્દન નિઃશુલ્ક 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે તેમાં અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, ભોજપુરી, પંજાબી, બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ તથા આ વર્ષે પદાર્પણ કરનાર હરિયાણવી ભાષાનો સમાવેશ થાય છે.
પહેલા ક્યારેય ન જોયેલા અવતારમાં વિશ્વના સૌથી વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેનોમાંના એક વીરેન્દ્ર સેહવાગ પ્રથમ વખત જિયો સિનેમા પર હરિયાણવી ભાષાની રજૂઆતનું નેતૃત્વ કરશે. એ જ રીતે અજય જાડેજા ગુજરાતી ભાષાના નિષ્ણાત તરીકે પદાર્પણ કરશે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને એમઆઇ અમીરાતના બેટિંગ કોચ જાડેજા હિન્દી અને હેંગઆઉટ ફિડ્સમાં પણ જોવા મળશે.
અજય જાડેજા ટાટા આઇપીએલ 2024 માટે ગુજરાતી નિષ્ણાત તરીકે ડેબ્યૂ કરશે. લોકપ્રિય અભિનેતા રવિ કિશન ભોજપુરી ફીડમાં તેમની આગવી શૈલી અને અવાજ આપશે. શેન વોટસન અને માઈક હેસન ક્રિસ ગેલ, એબી ડી વિલિયર્સ, સુરેશ રૈના, અનિલ કુંબલે, ઈયોન મોર્ગન, રોબિન ઉથપ્પા, સ્કોટ સ્ટાયરિસ, પાર્થિવ પટેલ, આકાશ ચોપરા, ઝહીર ખાન, ગ્રીમ સ્મિથ અને બ્રેટ લીની પેનલના નવા સભ્યો તરીકે જોડાશે.
આઇપીએલ ચેમ્પિયન શેન વોટસન અને ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ તથા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ક્રિકેટ ડિરેક્ટર માઈક હેસન, સેહવાગ અને જાડેજાનો ઉમેરો જિયો સિનેમા પર રજૂ કરવામાં આવતા કાર્યક્રમોની લોકપ્રિયતાને વધુ ગાઢ બનાવશે કારણ કે ચાહકોને ટોચની ફ્રેન્ચાઈઝી ટીમોના ડ્રેસિંગ રૂમ શેર કરનારા આ સ્ટાર્સ પાસેથી રસપ્રદ આંતરિક માહિતી જાણવા મળશે.
દિલ્હી ડેરડેવિલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમ્યા બાદ સેહવાગે પંજાબ ફ્રેન્ચાઇઝી સાથે માર્ગદર્શકની ભૂમિકા નિભાવી હતી. આ વખતે ચાહકો હરિયાણવી ભાષામાં તેમની મજેદાર સ્ટાઈલ જોશે. 2012 આઇપીએલ ફાઇનલનો મેન ઓફ ધ મેચ મનવવિન્દર બિસ્લા પણ હરિયાણવી ફિડ્સમાં સેહવાગ સાથે જોડાશે.
રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સમાં રમી ટાઇટલ જીત્યા પછી વોટસન જિયો સિનેમા સાથે ટાટા આઇપીએલમાં તેની શાનદાર સફર જારી રાખી રહ્યો છે. તેણે રોયલ્સ સાથેની તેની ડેબ્યૂ સીઝનમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 2018ની ફાઇનલમાં સીએસકે માટે તેના અણનમ 117 રનની મેચ વિનિંગ ઇનિંગને આઇપીએલમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક તરીકે ગણવામાં આવે છે.
જેમને ક્રિકેટના સૌથી તેજસ્વી દિમાગમાંના એક ગણવામાં આવે છે તેવા માઈક હેસન જિયો સિનેમાના નિષ્ણાત તરીકે ટાટા આઈપીએલ સાથે તેમની સફર જારી રાખી રહ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબના કોચ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ક્રિકેટ ઓપરેશન્સના ડિરેક્ટર તરીકે સેવા આપીને કિવી પ્રોફેશનલ હેસન આઇપીએલમાં તેમણે કોચિંગ આપ્યું હોય તેવા સૌથી આઇકોનિક ખેલાડીઓ સાથે બેઠક જમાવશે, જેમાં લિજેન્ડ ખેલાડી ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સનો સમાવેશ થાય છે.
વાયકોમ સ્પોર્ટ્સના કન્ટેન્ટ હેડ સિદ્ધાર્થ શર્માએ જણાવ્યું હતું કે, “ટાટા આઇપીએલ 2023ની અમારી સઘન અને વ્યાપક રજૂઆત માટે પ્રેક્ષકો, જાહેરાતદાતાઓ અને ક્રિકેટ રસિકો તરફથી અમને મળેલો પ્રતિસાદ પ્રોત્સાહક હતો અને અમે ટાટા IPL 2024 માટે અમારી નવીનતાઓ અને ખાસિયતોને પહેલાથી બમણી કરવા જઈ રહ્યા છે. આ સિઝનમાં અમે હીરો કેમ, વાયરલ વીકએન્ડ્સ અને દિગ્ગજ વીરેન્દ્ર સેહવાગ દ્વારા હરિયાણવી ફીડ્સના લોન્ચિંગ જેવી અનોખી રજૂઆત થકી અમારા જિજ્ઞાસુ ચાહકો સાથે ગાઢ રીતે જોડાઈને તેમના મનોરંજક અનુભવને બહેતર બનાવવાનું જારી રાખીશું."
અનેક અનુકૂળતાઓ અને ડિજિટલ વિકલ્પોનો લાભ ઉઠાવીને જિયો સિનેમા આ વર્ષે કુલ 18 ફીડ્સ રજૂ કરશે, જેમાં ગયા વર્ષના લોકપ્રિય ઇનસાઇડર અને હેંગઆઉટ્સ ફીડ્સ, નવા રજૂ કરાયેલા હીરો કેમ ફીડ અને વાયરલ વીકેન્ડ નામની નવી રજૂઆતનો સમાવેશ થાય છે. 2024ની સિઝન દરમિયાન દર સપ્તાહના અંતે જિયો સિનેમા દરેક ભાષાના 100થી વધુ લોકપ્રિય સોશિયલ કન્ટેન્ટ ક્રીએટરને લાવશે અને તેઓ સ્ટાર નિષ્ણાતો સાથે તેમની પોતાની આગવી શૈલીમાં દેશના સૌથી મોટા રમતોત્સવમાં ચર્ચા કરશે અને દર્શકોનો આનંદ બહેતર બનાવશે.
આ સિઝનમાં હીરો કેમ એ જિયો સિનેમાનો નવીનતમ કેમેરા એંગલ હશે તે દર્શકોને માત્ર તમામ લાઇવ એક્શન જોવાનો જ નહીં, પરંતુ મેચ શરૂ થતાં જ મેચના સૌથી મોટા હીરોને જોવાની સવલત પણ આપશે. આ સુવિધા થકી દર્શકો મેચના હીરોના અપ, ક્લોઝ, પર્સનલ અને અવિરત વિઝ્યુઅલ જોઈ શકશે, આનાથી તેઓ જાણી શકે છે કે તેમના હીરો રમત વિશે કેવી રીતે વિચારે છે અને મેચની મધ્યમાં તેમની નજીક હોવાનો અહેસાસ પણ મેળવશે. આ સાથે દર્શકો પસંદ કરી શકે તેવા વધુ કેમેરા એંગલ પણ ઉપલબ્ધ હશે.
ઇનસાઇડર ફીડ જિયો સિનેમાની રચના ટાટા આઇપીએલના મનોરંજનને દર્શકો માટે વધુ સુલભ બનાવવા માટે કરવામાં આવી છે. આ સુવિધા તેમને ડ્રેસિંગ રૂમમાંથી ન સાંભળેલી વાતો અને વાતચીતની ઝલક આપે છે, જેને જિયો સિનેમાના નિષ્ણાતોના અગ્રણી પેનલિસ્ટ દ્વારા વર્ણવવામાં આવે છે. આ નિષ્ણાત પેનલમાં સામેલ ખેલાડીઓ હમણાં સુધી વર્તમાન ખેલાડીઓ સાથે ખભા મિલાવતા હતા. દર્શકો નિષ્ણાતના દૃષ્ટિકોણથી ખેલાડીના મગજમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકશે અને સ્ક્રીન પર લાઇવ એક્શન વખતે ગેમપ્લે પાછળની વિચાર પ્રક્રિયાને સમજી શકશે.
હેંગઆઉટ ફીડ નવા યુગના કન્ટેન્ટ સર્જકો અને અંગદ સિંઘ, વિપુલ ગોયલ, આદિત્ય કુલશ્રેષ્ઠ અને શશિ ધીમાન જેવા લોકપ્રિય સ્ટેન્ડ-અપ કોમેડિયન દ્વારા આખા વર્ષ દરમિયાન ચાહકોને લીગ પર હળવો અને આનંદપ્રદ અનુભવ આપશે. ફીડ ટાટા આઇપીએલ એક્શનની શ્રેષ્ઠ રજૂઆત કરશે જે પ્રથમ વખતના દર્શકો અને નોન-સ્પોર્ટ્સ દર્શકોને પણ આકર્ષિત કરશે અને લીગના દર્શકોમાં વધારો કરશે તેવી અપેક્ષા છે.
જિયો સિનેમા (iOS અને Android) ડાઉનલોડ કરીને દર્શકો તેમની મનપસંદ રમતો જોવાનું ચાલુ રાખી શકે છે. નવીનતમ અપડેટ્સ, સમાચાર, સ્કોર્સ અને વિડિઓઝ માટે ચાહકો સ્પોર્ટ્સ18ને ફેસબૂક, ઇનસ્ટાગ્રામ, ટ્વિટર અને યુટ્યૂબ પર અને જિયો સિનેમાને ફેસબૂક, ઇનસ્ટાગ્રામ, ટ્વિટર અને યુટ્યૂબ પર ફોલો કરી શકે છે.