Asia Cup 2022: શ્રીલંકામાં નહીં યોજાય એશિયા કપ, જાણો ક્યાં રમાઈ શકે છે
Asia Cup 2022 Update: 2018 થી એશિયા કપ એક યા બીજા કારણોસર મુલતવી રાખવો પડ્યો છે. છેલ્લા 3 વર્ષથી એશિયા કપ કોરોનાના કારણે યોજાઈ શક્યો નથી.
Asia Cup 2022: શ્રીલંકામાં હાલ કટોકટી ચાલી રહી છે. જેની અસર ક્રિકેટ પર પડી શકે છે. આ વર્ષે યોજાનાર એશિયા કપ માટે વધુ સમય બાકી નથી. આવતા મહિને 7 ઓગસ્ટથી શ્રીલંકા દ્વારા યોજાનાર એશિયા કપ વિશે એક મોટું અપડેટ આવ્યું છે. અહેવાલો અનુસાર એશિયા કપ 2022ની યજમાની શ્રીલંકા પાસેથી છીનવાઈ શકે છે. તેની પાછળનું સૌથી મોટું કારણ શ્રીલંકામાં ચાલી રહેલ રાજકીય અને આર્થિક સંકટ હોવાનું માનવામાં આવે છે.
આ દેશમાં યોજાઈ શકે છે એશિયા કપ
2018 થી એશિયા કપ એક યા બીજા કારણોસર મુલતવી રાખવો પડ્યો છે. છેલ્લા 3 વર્ષથી એશિયા કપ કોરોનાના કારણે યોજાઈ શક્યો ન હતો. આવી સ્થિતિમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ આ વખતે કોઈપણ સંજોગોમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરવા માંગે છે. શ્રીલંકાની સ્થિતિને જોતા આ ટૂર્નામેન્ટ આ વર્ષે UAEમાં રમાઈ શકે છે. ક્રિકબઝના સમાચાર અનુસાર, UAEમાં ACC અને અમીરાત ક્રિકેટ બોર્ડ વચ્ચે પણ વાતચીત થઈ છે.
ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન જેવી મોટી ટીમો 27 ઓગસ્ટથી શ્રીલંકા દ્વારા આયોજિત થનારા એશિયા કપમાં ભાગ લેશે. શનિવારે ACC સભ્યએ ક્રિકબઝને કહ્યું, "આવા સંજોગોમાં એવું લાગે છે કે એશિયા કપનું આયોજન કરવું યોગ્ય નથી." SLC (શ્રીલંકા ક્રિકેટ ટીમ)ના એક અધિકારીએ પણ સ્વીકાર્યું છે કે પરિવર્તનની પ્રબળ સંભાવના છે.
ટુર્નામેંટમાં ભાગ લેશે છ ટીમો
27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમાનાર એશિયા કપમાં છ ટીમો ભાગ લઈ રહી છે. શ્રીલંકા, ગત ચેમ્પિયન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પહેલાથી જ ક્વોલીફાઈ કરી ચુકી છે. જ્યારે છઠ્ઠી ટીમનો નિર્ણય ક્વોલીફાઈંગ ટુર્નામેન્ટના આધારે થશે. છ ટીમોનો ક્વોલીફાઈંગ રાઉન્ડ 20 ઓગસ્ટથી શરૂ થશે. જેમાં હોંગકોંગ, કુવૈત, સિંગાપુર અને યુએઈ છે.
'Asia Cup 2022 likely to shift from Sri Lanka to UAE': Source from SLC board
— ANI Digital (@ani_digital) July 17, 2022
Read @ANI Story | https://t.co/Pw9rylVZDp#AsiaCup #SriLankaCrisis #CricketTwitter pic.twitter.com/48et1qptYi