શોધખોળ કરો

IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 101 રનથી હરાવ્યું, વિરાટ અને ભુવનેશ્વરનું શાનદાર પ્રદર્શન

મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 111 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ હતી.

IND vs AFG, Match Highlight: UAEમાં ચાલી રહેલા એશિયા કપ 2022 માં આજે ભારત અને અફઘાનિસ્તાન (IND vs AFG) સામસામે હતા. બંને ટીમો વચ્ચેની આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, આ મેચમાં ભારતે બેટિંગ અને બોલિંગ બંને સાથે અદભૂત પ્રદર્શન કર્યું હતું અને અફઘાનિસ્તાનને 101 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 111 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ હતી.

અફઘાનિસ્તાનના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા...

213 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટીમે પ્રથમ જ ઓવરમાં હઝરતુલ્લા ઝાઝાઈ અને રહેમાનુલ્લા ગુરબાઝના રૂપમાં 1 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે બંને બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. આ પછી પણ અફઘાનિસ્તાનની ઈનિંગ્સ ટકી શકી ન હતી અને તેની અડધી ટીમ માત્ર 20 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગઈ હતી. 

જો કે અફઘાનિસ્તાન તરફથી ઈબ્રાહિમ ઝદરાને શાનદાર બેટિંગ કરી અને ટીમનો એક છેડો જાળવી રાખ્યો, પરંતુ તેના સિવાય કોઈપણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહીં અને તેના કારણે અફઘાનિસ્તાનની ટીમ 101 રનથી મેચ હારી ગઈ. બીજી તરફ, ભુવનેશ્વર કુમારે ભારતીય ટીમ માટે શાનદાર બોલિંગ કરીને પોતાની ચાર ઓવરના સ્પેલમાં માત્ર 4 રન આપીને 5 વિકેટ પોતાના નામે કરી લીધી હતી. બીજી તરફ અશ્વિને 1 વિકેટ, દિપક હુડ્ડાએ 1 વિકેટ અને અર્શદીપે પણ 1 વિકેટ ઝડપી હતી.

ભારતે 213 રનનો ટાર્ગેટ આપ્યો...

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે આજે મજબૂત શરૂઆત કરી હતી. ભારતીય ટીમ માટે ઓપનિંગ કરવા આવેલા કેપ્ટન કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ પ્રથમ વિકેટ માટે 119 રનની સદીની ભાગીદારી કરી હતી. કેપ્ટન કે.એલ રાહુલ 62 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલને ફરીદ અહેમદે આઉટ કર્યો હતો. આ પછી બેટિંગ કરવા ઉતરેલો સૂર્યકુમાર યાદવ પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને તે ફરીદનો બીજો શિકાર બન્યો હતો. સૂર્યકુમાર યાદવ 6 રન બનાવીને બોલ્ડ થયો હતો. ભારત તરફથી અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ 122 રનની ધમાકેદાર સદી ફટકારી હતી. રિષભ પંત 22 રન બનાવીને અણનમ રહ્યો હતો. વિરાટ અને રાહુલની ઇનિંગની મદદથી ભારતે અફઘાનિસ્તાનને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget