Ind vs HKG, Match Highlight: હોંગકોંગને 40 રનથી હરાવી ટીમ ઇન્ડિયાએ સુપર-4 માટે કર્યું ક્વોલિફાય
Asia Cup 2022, IND vs HKG: ભારતીય ટીમે એશિયા કપ 2022માં ગ્રુપ Aની બીજી મેચમાં હોંગકોંગને 40 રનથી હરાવ્યું હતું
Asia Cup 2022, IND vs HKG: ભારતીય ટીમે એશિયા કપ 2022માં ગ્રુપ Aની બીજી મેચમાં હોંગકોંગને 40 રનથી હરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત બીજી જીત છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે સૂર્યકુમાર અને વિરાટ કોહલીની અડધી સદીની મદદથી હોંગકોંગને જીતવા માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં હોંગકોંગ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 152 રન જ બનાવી શકી. હોંગકોંગ તરફથી બાબર હયાતે 41 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા અને અવેશ ખાનને એક-એક વિકેટ મળી હતી.
That's that from our second match at the #AsiaCup2022. #TeamIndia win by 40 runs.
— BCCI (@BCCI) August 31, 2022
Scorecard - https://t.co/k9H9a0e758 #INDvHK #AsiaCup2022 pic.twitter.com/fIPq7vPjdz
હોંગકોંગે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 2 વિકેટે 192 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. સૂર્યકુમાર યાદવ 26 બોલમાં 68 રન બનાવીને અણનમ રહ્યો હતો. પોતાની ઇનિંગ દરમિયાન સૂર્યકુમાર યાદવે છ ફોર અને છ સિક્સ ફટકારી હતી. વિરાટ કોહલીએ પણ 44 બોલમાં અણનમ 59 રન બનાવ્યા હતા. જવાબમાં હોંગકોંગની ટીમ 5 વિકેટે 152 રન જ બનાવી શકી હતી. બાબર હયાતે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. આ સિવાય કિનચિત શાહે પણ 30 રન બનાવ્યા હતા. અવેશ ખાન મોંઘો સાબિત થયો. તેણે 4 ઓવરમાં 53 રન આપ્યા અને એક વિકેટ ઝડપી હતી.
સૂર્યકુમાર અને કોહલીએ 7 ઓવરમાં 98 રનની અણનમ ભાગીદારી કરી હતી. ટીમે છેલ્લી 5 ઓવરમાં 78 રન ફટકાર્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 21 અને કેએલ રાહુલે 36 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાન પહેલા જ ગ્રુપ Bમાંથી સુપર-4 માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે, જ્યારે ભારતીય ટીમ હોંગકોંગને હરાવીને ગ્રુપ Aમાંથી ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, હોંગકોંગ અને શ્રીલંકાએ પોતાની જીતનું ખાતું ખોલ્યું નથી.
Weight Loss Juice: ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે વજન ઉતારતા આ ડ્રિન્કની જાણી લો રેસિપી
PM Modi Food Expenses: પીએમ મોદીના ભોજનનો ખર્ચ સરકાર નહીં પણ ખુદ ઉઠાવે છે, RTIમાં થયો મોટો ખુલાસો