(Source: ECI/ABP News/ABP Majha)
IND vs PAK: ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 147 રન પર રોક્યું, હાર્દિકે બોલિંગથી મેચ પલટી, ભુવીની 4 વિકેટ
Asia Cup 2022, India vs Pakistan: દુબઈમાં રમાઈ રહેલા એશિયા કપ 2022ની બીજી મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને ભારતને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
Asia Cup 2022, India vs Pakistan: દુબઈમાં રમાઈ રહેલા એશિયા કપ 2022ની બીજી મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને ભારતને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનની ટીમ 19.5 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
મોહમ્મદ રિઝવાને 43 રન બનાવ્યાઃ
પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 43 રન બનાવ્યા હતા. જોકે, તે ખૂબ જ ધીમી બેટિંગ કરતો જોવા મળ્યો. તે જ સમયે ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાએ અદ્ભુત બોલિંગ કરી હતી. હાર્દિકે તેની ચાર ઓવરમાં માત્ર 25 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમારને કુલ 4 વિકેટ ઝડપીને પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું, ભુવનેશ્વરે 19મી ઓવરમાં 2 બોલમાં 2 વિકેટ ઝડપી હતી.
Brilliant bowling figures of 4/26 from @BhuviOfficial makes him our Top Performer from the first innings.
— BCCI (@BCCI) August 28, 2022
A look at his bowling summary here 👇#INDvPAK #AsiaCup2022 pic.twitter.com/GqAmcv4su2
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની શરૂઆત સારી રહી ન હતી. ત્રીજી ઓવરમાં ભુવનેશ્વર કુમારના બોલ પર પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ કેચ આઉટ થયો હતો. બાબરે 9 બોલમાં બે ચોગ્ગાની મદદથી 10 રન બનાવ્યા હતા. આ પછી ભારતીય બોલરોએ પાવર પ્લેમાં જોરદાર બોલિંગ કરી અને પાકિસ્તાની બેટ્સમેનોને રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો.
પાકિસ્તાનની બીજી વિકેટ છઠ્ઠી ઓવરમાં 42ના સ્કોર પર પડી હતી. ફખર ઝમાન વિકેટ પાછળ અવેશ ખાનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 6 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 10 રન બનાવ્યા હતા. આ પછી ઈફ્તિખાર અહેમદ અને મોહમ્મદ રિઝવાને શાનદાર ભાગીદારી કરી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી હતી.
ઈફ્તિખાર 22 બોલમાં એક છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 28 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી પાકિસ્તાને નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. આ દરમિયાન રિઝવાન પણ 42 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ચાર ફોર અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે આસિફ અલીએ 10, મોહમ્મદ નવાઝે 01 અને નસીમ શાહે 00 રન બનાવ્યા હતા. અંતે, શાહનવાઝ દહાનીએ બે છગ્ગાની મદદથી 16 અને હરિસ રૌફે અણનમ 13 રન બનાવીને પાકિસ્તાનનો સ્કોર 147 રન પર પહોંચાડ્યો હતો.