(Source: ECI/ABP News/ABP Majha)
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ઈસ્કોનને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ઈસ્કોન પર પ્રતિબંધ મુકવાનો ઈનકાર કર્યો છે.
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ઈસ્કોનને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ઈસ્કોન પર પ્રતિબંધ મુકવાનો ઈનકાર કર્યો છે. કોર્ટે કહ્યું છે કે તે વચગાળાની સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીથી સંતુષ્ટ છે. તેથી હાલમાં આ બાબતે સુઓ મોટો સંજ્ઞાન લેવાની જરૂર નથી.
STORY | Bangladesh: High Court refuses to ban #ISKCON
— Press Trust of India (@PTI_News) November 28, 2024
READ: https://t.co/P8Mbcpgcx6 pic.twitter.com/cP9HxCRn14
વાસ્તવમાં બાંગ્લાદેશમાં બુધવારે સુપ્રીમ કોર્ટના વકીલ મોનીરુઝમાને જસ્ટિસ ફરાહ મહેબૂબ અને જસ્ટિસ દેબાશિષ રોય ચૌધરીની બેન્ચ સમક્ષ અરજી દાખલ કરીને ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. તેમણે ચટગાંવ અને રંગપુરમાં ઈમરજન્સી જાહેર કરવાની પણ અપીલ કરી હતી.
વચગાળાની સરકારે કોર્ટમાં શું કહ્યું?
સુનાવણીની શરૂઆતમાં એટોર્ની જનરલ તરફથી ડેપ્યુટી એટોર્ની જનરલ અસદુદ્દીને સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે કોર્ટને માહિતી આપી હતી. તેમણે કોર્ટને કહ્યું કે આ ઘટના પર સરકારનું વલણ કડક છે. આ અંગે અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધાયા છે જેમાં એક કેસમાં 13 લોકોને, એકમાં 14 લોકોને અને અન્યમાં 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 33 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી દ્વારા વધુ 6 લોકોની ઓળખ કરવામાં આવી છે. સરકારે કોર્ટમાં કહ્યું છે કે પોલીસ સક્રિય છે, આરોપીની પૂછપરછ કર્યા બાદ માહિતીના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ડેપ્યુટી એટોર્ની જનરલ અસદુદ્દીને કહ્યું કે માત્ર ચિત્તાગોંગમાં જ નહીં પરંતુ અન્ય સ્થળોએ પણ સુરક્ષા દળો આ મુદ્દા પર ટોચની પ્રાથમિકતા સાથે કામ કરી રહ્યા છે. સુનાવણી દરમિયાન એક ન્યાયાધીશે કહ્યું કે લોકોના જીવનને વધુ નુકસાન ન થવું જોઈએ.
હાઈકોર્ટે ઈસ્કોન પર પ્રતિબંધ મુકવાનો ઈન્કાર કર્યો
ઇસ્કોન પર પ્રતિબંધ મુકવાની માંગ પર ન્યાયાધીશોએ કહ્યું કે સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે કામ કરી રહી છે અમે સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ છીએ અને અમને સરકારની જવાબદારીમાં વિશ્વાસ છે. આ દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે 'આપણા દેશમાં તમામ ધર્મના લોકો ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ છે, પરસ્પર સન્માન અને પ્રેમ ક્યારેય ગુમાવશે નહીં. તેથી અરજદારે ચિંતા કરવાની જરૂર નથી.
ઇસ્કોન પાસે કયા વિકલ્પો ઉપલબ્ધ છે?
બાંગ્લાદેશમાં ઇસ્કોનને તાત્કાલિક રાહત મળી હોવા છતાં સંકટ હજુ પણ યથાવત છે. વાસ્તવમાં કટ્ટરપંથી જમાત-એ-ઈસ્લામી બાંગ્લાદેશના કાર્યકર્તાઓ સતત યુનુસ સરકાર પર ઈસ્કોન વિરુદ્ધ કાર્યવાહી કરવા દબાણ કરી રહ્યા છે. બુધવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન એટોર્ની જનરલે ઈસ્કોનને કટ્ટરવાદી સંગઠન ગણાવ્યું હતું. આવી સ્થિતિમાં હાઈકોર્ટે ઈસ્કોન પર પ્રતિબંધ મુકવાનો ઈનકાર કરી દીધો હોવા છતાં યુનુસ સરકાર દ્વારા ઈસ્કોન સામે કાર્યવાહીનો ખતરો તોળાઈ રહ્યો છે.
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત