Team India: આજની મેચમાં કોણ કરશે ઓપનિંગ, કેવો હશે મીડલ ઓર્ડર, જાણો ભારતની પ્લેઇંગ ઇલેવન
રિપોર્ટ પ્રમાણે, ભારતીય કેપ્ટન રોહિત શર્માની સાથે વચગાળાના હેડ કૉચ વીવીએસ લક્ષ્મણે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન લગભગ નક્કી કરી લીધી છે.
Asia Cup 2022, India Playing 11: ગઇકાલથી એશિયા કપ 2022ની શરૂઆત થઇ ચૂકી છે, પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે દુબઇ સ્ટેડિયમમાં રમાઇ હતી, આ મેચમાં અફઘાનિસ્તાને જીત સાથે શરૂઆત કરી હતી. આજે બીજી એક મહત્વની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. જોકે આ પહેલા બન્ને ટીમો પોતાની દમદાર પ્લેઇંગ ઇલેવન સિલેક્ટ કરવામાં પડ્યા છે, મેચ શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન લગભગ નક્કી થઇ ચૂકી છે. કેપ્ટન રોહિત શર્મા સાથે આ વખતે ફરી એકવાર કેએલ રાહુલ ઓપનિંગ કરતો દેખી શકાય છે. જુઓ પાકિસ્તાન સામેની મેગા મેચમાં કોને કોને મળી શકે છે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન........
રિપોર્ટ પ્રમાણે, ભારતીય કેપ્ટન રોહિત શર્માની સાથે વચગાળાના હેડ કૉચ વીવીએસ લક્ષ્મણે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન લગભગ નક્કી કરી લીધી છે. આ ટીમમાં રોહિત શર્મા સાથે ફરી એકવાર અનુભવી બેટ્સમેન કેએલ રાહુલ ઓપનિંગમાં ઉતરી શકે છે. વળી, ત્રણ નંબર પર વિરાટ કોહલીનુ સ્થાન છે. કોહલી માટે આ મેચ મહત્વની બની રહેશે.
ટીમના મીડલ ઓર્ડરની વાત કરીએ તો ચોથા નંબર પર ફરી એકવાર સૂર્યકુમાર યાદવને મોકો આપવામાં આવી શકે છે. સૂર્યકુમાર અત્યાર ટી20નો સૌથી ઘાતક બેટ્સમેન બની ચૂક્યો છે, અને આઇસીસી રેન્કિંગમાં પણ બીજા નંબર પર છે, આ પછી કૉચ અને કેપ્ટન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર દાવ લગાવી શકે છે, હાર્દિક પાસે બેટિંગ અને બૉલિંગ કરાવી શકાય છે.
બૉલિંગ વિભાગની વાત કરવામા આવે તો, ઓલરાઉન્ડર રવીન્દ્રા જાડેજા અને લેગ સ્પીનર યુજવેન્દ્ર ચહલ સ્પીન બૉલિંગ વિભાગ સંભાળશે, તો અનુભવી ભુવનેશ્વરની સાથે અર્શદીપ સિંહને મોકો આપવામાં આવી શકે છે. ખાસ વાત છે કે આ બન્નેને ફાસ્ટ બૉલિંગમાં હાર્દિક પંડ્યા સાથ આપશે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે ફરી એકવાર ટીમમાં એકસાથે ત્રણ વિકેટકીપરો રમી શકે છે. ઋષભ પંતની સાથે દિનેશ કાર્તિક અને કેએલ રાહુલ પણ વિકેટકીપિંગના બેસ્ટ ઓપ્શન છે.
આવી હશે પાકિસ્તાન સામેની ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન.........
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્રા જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
આ પણ વાંચો...........
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
BHAVNAGAR : ભાવનગરના આંગણે યોજાયો 'વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત ‘વીરાંજલિ’ કાર્યક્રમ
Asia Cup 2022, IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન મુકાબલો, લાગી ચુ્ક્યો છે કરોડો રૂપિયાનો સટ્ટો
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, જાણો હાલ કેટલા છે એક્ટિવ કેસ
Appleનું આ ધાંસૂ ફિચર આઇફોન વાપરનારાઓની પ્રાઇવસી માટે બનશે ખતરો ? જાણો કેમ