Asia Cupમાં ટીમ ઇન્ડિયાના આ બે ગુજરાતીઓ વચ્ચે જોરદાર ટક્કર, વાઇસ-કેપ્ટન બનવા કોણ છે દમદાર....
એશિયા કપ 2023 બાદ 5 ઓક્ટોબરથી વર્લ્ડકપ રમાશે. તેથી બોર્ડ અને ટીમ મેનેજમેન્ટ પહેલેથી જ મુખ્ય ટીમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
Jasprit Bumrah vs Hardik Pandya Team India: આગામી સમયમાં ક્રિકેટની ટૂર્નામેન્ટ એશિયા કપ 2023ની શરૂઆત થવા જઇ રહી છે, અત્યારે ભારતીય ટીમ આયરલેન્ડ પ્રવાસે છે અને ટી20 સીરીઝ રમી રહી છે. BCCI સોમવારે એશિયા કપ 2023ની ટીમ ઈન્ડિયાની જાહેરાત કરશે. રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમમાં જસપ્રીત બુમરાહને મહત્વની જવાબદારી મળી શકે છે. બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયામાં આ પદ માટે બુમરાહની સીધી સ્પર્ધા હાર્દિક પંડ્યા સાથે છે. હાર્દિક પંડ્યા ટી-20માં કેપ્ટનશીપ કરી રહ્યો છે, પરંતુ બુમરાહને આયર્લેન્ડ સામેની ટી20 સીરીઝમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જોકે હવે બુમરાહને જવાબદારી મળે તેવી શક્યતા વધુ છે.
એશિયા કપ 2023 બાદ 5 ઓક્ટોબરથી વર્લ્ડકપ રમાશે. તેથી બોર્ડ અને ટીમ મેનેજમેન્ટ પહેલેથી જ મુખ્ય ટીમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. પીટીઆઈના એક સમાચાર અનુસાર બીસીસીઆઈના એક સૂત્રે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેને કહ્યું, જો તમે નેતૃત્વના સંદર્ભમાં અનુભવ જુઓ તો બુમરાહ પંડ્યા કરતા આગળ છે. તેને 2022માં ટેસ્ટ ટીમનું સુકાન સંભાળ્યું હતું. દક્ષિણ આફ્રિકાના વનડે પ્રવાસ દરમિયાન તે હાર્દિક પંડ્યા પહેલા વનડે ટીમનો વાઇસ કેપ્ટન પણ રહી ચૂક્યો છે.
તેમને વધુમા કહ્યું કે, "જો તમે બુમરાહને એશિયા કપ અને વર્લ્ડકપ બંને માટે વનડેમાં ઉપ-કેપ્ટન બનાવતા જોશો તો આશ્ચર્યની કોઈ વાત નથી." આ જ કારણ છે કે ઋતુરાજની જગ્યાએ તેને આયરલેન્ડમાં કેપ્ટનશિપ આપવામાં આવી હતી. આ તમામ પરથી જાણી શકાય છે કે, વનડે વર્લ્ડકપમાં બુમરાહ અને હાર્દિક પંડ્યા વચ્ચે જોરદાર ખરાખરીનો જંગ માત્ર વાઇસ કેપ્ટન બનવા માટે જામી શકે છે.
11 મહિના બાદ વાપસી
આયર્લેન્ડ પ્રવાસ દ્વારા બુમરાહ લગભગ 11 મહિનાના લાંબા અંતર પછી ટીમ ઇન્ડિયામાં પાછો ફર્યો. આ પહેલા બુમરાહ પીઠની ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. તેની પીઠની સર્જરી પણ થઈ હતી. આવી સ્થિતિમાં એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા તેની વાપસી ભારત માટે મોટી રાહત છે. મેગા ટૂર્નામેન્ટ પહેલા, ટીમ ઈન્ડિયા તેની ઈજાનું જોખમ લઈ શકે નહીં. બુમરાહ ટીમના મુખ્ય ઝડપી બોલરોમાંથી એક છે. આયર્લેન્ડ સામે પ્રથમ ટી20માં બુમરાહ ચોગ્ગાને રોકવાના ચકક્રરમાં બોલની પાછળ દોડતો જોવા મળે છે અને રવિ બિશ્નોઈ બાજુથી આવતો જોવા મળે છે. બિશ્નોઈ બોલને રોકવા માટે સ્લાઇડ કરે છે. આ દરમિયાન બુમરાહ પણ તેની ખૂબ નજીક આવી ગયો હતો અને તે બિશ્નોઈ સાથે ટકરાવાનો હતો, પરંતુ તે પછી ભારતીય કેપ્ટને સમજદારી બતાવીને બિશ્નોઈની ઉપરથી છલાંગ લગાવીને બંનેને ઈજા થતી બચાવી હતી.
આ ટીમોની વચ્ચે રમાશે એશિયા કપ -
આ વખતે એશિયા કપ વનડે ફોર્મેટમાં રમાશે. લીગ સ્ટેજ, સુપર-4 અને ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાશે. એશિયા કપ 2023માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો મેદાનમાં ઉતરી રહી છે. ભારત, પાકિસ્તાન અને નેપાળની ટીમોને એક ગ્રુપમાં રાખવામાં આવી છે જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ બીજા ગ્રુપમાં છે.
એશિયા કપનું પુરેપુરુ શિડ્યૂલ -
પાકિસ્તાન vs નેપાળ - 30 ઓગસ્ટ
બાંગ્લાદેશ vs શ્રીલંકા - 31 ઓગસ્ટ
ભારત vs પાકિસ્તાન - 2 સપ્ટેમ્બર
બાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન - 3 સપ્ટેમ્બર
ભારત vs નેપાળ - 4 સપ્ટેમ્બર
શ્રીલંકા vs અફઘાનિસ્તાન - 5 સપ્ટેમ્બર
સુપર 4ની મેચો -
A1 vs B2 - 6 સપ્ટેમ્બર
B1 vs B2 - 9 સપ્ટેમ્બર
A1 vs A2 - 10 સપ્ટેમ્બર
A2 vs B1 - 12 સપ્ટેમ્બર
A1 vs B1 - 14 સપ્ટેમ્બર
A2 vs B2 - 15 સપ્ટેમ્બર
ફાઇનલ - 17 સપ્ટેમ્બર