શોધખોળ કરો

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

મહેસાણામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળો કરનાર હૉસ્પિટલ પર સરકાર દ્વારા કડર કાર્યવાહી કરવામાં આવી છે.

મહેસાણા:  મહેસાણામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળો કરનાર હૉસ્પિટલ પર સરકાર દ્વારા કડર કાર્યવાહી કરવામાં આવી છે. 15 હોસ્પિટલોને નોટિસ ફટકારવમાં આવી છે. દર્દીના રિપોર્ટ સહિતના નાણાં લેનારી ચાર હોસ્પિટલો પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલાશે. આયુષ્માન કાર્ડ હોવા છતાં લાયન્સ હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી આઈસીયુનો ચાર્જ લેવાયો હતો. જેથી કડીની ભાગ્યોદય જનરલ હોસ્પિટલ પાસેથી 110410 અને મહેસાણાની લાયન્સ જનરલ હોસ્પિટલ પાસેથી 65435 પેનલ્ટી સ્વરૂપે વસુલ થશે.

વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી 45850 અને મહેસાણાની શકુંઝ હોસ્પિટલ પાસેથી 57000 પેનલ્ટી વસુલ થશે. આ સાથે જ ટીબી હોસ્પિટલ વિજાપુર, યશ હોસ્પિટલ વિજાપુર, દુર્વા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિજાપુર, મા ઉમા હોસ્પિટલ ઊંઝા, પંચશીલ હોસ્પિટલ કડી, વાઇબ્રન્ટ હોસ્પિટલ મહેસાણા, એપલ હાર્ટ હોસ્પિટલ મહેસાણા, શૈશવ હોસ્પિટલ ખેરાલુ, શંકુઝ હોસ્પિટલ મહેસાણા, ક્રિષ્ના હોસ્પિટલ વિસનગર, કેબી હોસ્પિટલ બહુચરાજી, ગેલેક્સી હાર્ટ હોસ્પિટલ મહેસાણા, ભાગ્યોદય જનરલ હોસ્પિટલ અને સોહમ સર્જીકલ હોસ્પિટલ કડી અને લાયન્સ જનરલ હોસ્પિટલ અને નૂતન જનરલ હોસ્પિટલ વિસનગરને નોટિસ ફટકારવામા આવી છે. 

ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ 

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સંલગ્ન હોસ્પિટલો હવેથી રાજ્યમાં મેડિકલ કેમ્પ યોજી શકશે નહીં. અને જો કોઇ હોસ્પિટલ આવી કોઇ પ્રવૃત્તિ કરતી જણાશે તો તેની સામે કડક પગલા લેવામાં આવશે.

રાજ્યના આરોગ્ય વિભાગ હેઠળની તબીબી સેવાઓની શાખાએ જાહેર કરેલા પત્ર અનુસાર આવાં કોઇ મેડિકલ કેમ્પને સરકાર દ્વારા પ્રોત્સાહન અપાતું નથી અને તેમને આવાં કેમ્પ યોજવાના રહેતાં નથી. આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલોને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, આ નિયમને તમામે ગંભીરપણે પાળવાનો રહેશે.

રાજ્યના આરોગ્ય વિભાગના ધ્યાને આવ્યું છે કે, આ યોજના સાથે સંકળાયેલી કેટલીક હોસ્પિટલો દર્દીઓને શોધવા અને તેમના પર ઓપરેશન કરી યોજના હેઠળ સરકાર પાસેથી પૈસા પડાવવાના આશયથી આવા મેડિકલ કેમ્પ યોજે છે અને ગરીબ દર્દીઓને શિકાર બનાવે છે. આ પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા માટે આ નિયમ લાગુ કરાયો છે.            

Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
SBI, સુપ્રીમ કોર્ટ સહિત આ વિભાગોમાં નોકરીની તક, અહી જુઓ નોટિફિકેશન અને અન્ય ડિટેઇલ્સ
SBI, સુપ્રીમ કોર્ટ સહિત આ વિભાગોમાં નોકરીની તક, અહી જુઓ નોટિફિકેશન અને અન્ય ડિટેઇલ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vijay Suvala: વિજય સુવાળા પર તલવાર અને લાકડી વડે હુમલો થતા થતા રહ્યો.. ડ્રાઈવર ન હોત તો જીવ જાતHun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?Hun To Bolish: મોતની મુસાફરી?, Abp AsmitaBudget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
SBI, સુપ્રીમ કોર્ટ સહિત આ વિભાગોમાં નોકરીની તક, અહી જુઓ નોટિફિકેશન અને અન્ય ડિટેઇલ્સ
SBI, સુપ્રીમ કોર્ટ સહિત આ વિભાગોમાં નોકરીની તક, અહી જુઓ નોટિફિકેશન અને અન્ય ડિટેઇલ્સ
ભારતે સીરિયામાંથી 75 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા, લેબનાનના રસ્તે થઇ ઘર વાપસી
ભારતે સીરિયામાંથી 75 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા, લેબનાનના રસ્તે થઇ ઘર વાપસી
બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે?  જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે? જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન
Embed widget