શોધખોળ કરો

Asia Cup 2023: ભારતનો સુપર-4માં પ્રવેશ, નેપાળને 10 વિકેટથી આપી હાર

Asia Cup 2023: કેપ્ટન રોહિત શર્મા 59 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 74 રન બનાવી તથા શુભમન ગિલ 62 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 67 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.

Asia Cup 2023, IND vs NEP: એશિયા કપમાં ભારતનો મુકાબલો નેપાળ સામે હતો. નેપાળે પ્રથમ બેટિંગ કરતાં 48.2 ઓવરમાં 230 રન બનાવી ઓલઆઉટ થયું હતું. 231 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમનો સ્કોર 17 રન હતો ત્યારે વરસાદ પડતાં મેચ અટકાવાઈ હતી. રમત ફરી શરૂ થઈ ત્યારે ભારતને ડકવર્થ લુઇસ મુજબ 23 ઓવરમાં 145 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેને ટીમ ઈન્ડિયાએ 20.1 ઓવરમાં વિના વિકેટે 147 રન બનાવી હાંસલ કર્યો હતો.

રોહિત-ગિલની આક્રમક બેટિંગ

145 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 20.1 ઓવરમાં 147 રન બનાવી મેચ જીતી હતી. આ સાથે જ સુપર ફોરમાં પણ પ્રવેશી હતી. કેપ્ટન રોહિત શર્મા 59 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે  74 રન બનાવી તથા શુભમન ગિલ 62 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 67 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.

ભારતે ટોસ જીતી બોલિંગ લીધી હતી

મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો કર્યો હતો. નેપાળની ટીમ 48.2 ઓવરમાં 230 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. નેપાળ તરફથી આસિફ શેખે સર્વાધિક 58 રનનું યોગદાન આપ્યું હતું. તેણે અને કુશલ (38 રન)એ પ્રથમ વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી. સોમપાલ કામીએ 48 રન બનાવ્યા હતા. શમીએ તેને આઉટ કર્યો હતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 40 રનમાં 3 વિકેટ અને મોહમ્મદ સિરાજે 61 રનમાં 3 વિકેટ ઝડપી હતી.

નેપાળના ઓપનરોએ અપાવી મજબૂત શરૂઆત

મેચની શરૂઆતમાં ભારતના માખણીયા ફિલ્ડરોએ પ્રથમ પાંચ ઓવરમાં જ ત્રણ કેચ પડતા મૂક્યા હતા. જેનો નેપાળના ઓપનરોએ શાનદાર ફાયદો ઉઠાવી પ્રથમ વિકેટ માટે 65 રન ઉમેર્યા હતા. શાર્દુલ ઠાકુરે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જે બાદ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. એક સમયે નેપાળનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 144 રન હતો. જે બાદ પૂંછડીયા બેટ્સમેન સોમપાલ કામીએ 48 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

ભારતની પ્લેઇંગ ઇવેલન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર , ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને મોહમ્મદ શમી.

નેપાળની પ્લેઇંગ ઇલેવન

 કુશલ ભુર્તેલ, આસિફ શેખ (વિકેટકીપર), રોહિત પૌડેલ (કેપ્ટન), ભીમ શાર્કી, સોમપાલ કામી, ગુલસન ઝા, દીપેન્દ્ર સિંહ એરે, કુશલ મલ્લા, સંદીપ લામિછાને, કરણ કેસી, લલિત રાજબંશી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બંધારણ દિવસ પર આજે સંસદમાં થશે ભવ્ય આયોજન, રાષ્ટ્રપતિ મુર્મુ કરશે અધ્યક્ષતા
બંધારણ દિવસ પર આજે સંસદમાં થશે ભવ્ય આયોજન, રાષ્ટ્રપતિ મુર્મુ કરશે અધ્યક્ષતા
Ahmedabad SIR 2025: અમદાવાદમાં BLO પર કામનું ભારણ ઘટશે! મદદે આવશે 3000 કર્મચારીઓની ફોજ, કલેક્ટરનો મોટો નિર્ણય
અમદાવાદમાં BLO પર કામનું ભારણ ઘટશે! મદદે આવશે 3000 કર્મચારીઓની ફોજ, કલેક્ટરનો મોટો નિર્ણય
T20 World Cup 2026: ICC ની મોટી જાહેરાત! રોહિત શર્માને મળી આ મહત્વની જવાબદારી, વર્લ્ડ કપમાં ભજવશે 'ખાસ' ભૂમિકા
ICC ની મોટી જાહેરાત! રોહિત શર્માને મળી આ મહત્વની જવાબદારી, વર્લ્ડ કપમાં ભજવશે 'ખાસ' ભૂમિકા
'ચીન ભલે કઈપણ બોલે, અરુણાચલ ભારતનું અભિન્ન અંગ', MEA નો ડ્રેગનને સનસનતો જવાબ, કહ્યું- મહિલાની પાસે હતો લીગલ પાસપૉર્ટ
'ચીન ભલે કઈપણ બોલે, અરુણાચલ ભારતનું અભિન્ન અંગ', MEA નો ડ્રેગનને સનસનતો જવાબ, કહ્યું- મહિલાની પાસે હતો લીગલ પાસપૉર્ટ
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani Protest: ભાજપના ઇશારે થઈ રહ્યો છે વિરોધ, મેવાણીના સમર્થનમાં આવ્યા ગેનીબેન-ગુલાબસિંહ
Jignesh Mevani On Police Family Protest : પોલીસ પરિવારના વિરોધ પર મેવાણીએ તોડ્યું મૌન, શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : પનીરમાં પહેલો પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : ચાર-ચાર યુનિવર્સિટી નાપાસ !
Hun To Bolish : હું તો બોલીશ : 'ભ્રષ્ટાચાર'નો હાઈવે ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંધારણ દિવસ પર આજે સંસદમાં થશે ભવ્ય આયોજન, રાષ્ટ્રપતિ મુર્મુ કરશે અધ્યક્ષતા
બંધારણ દિવસ પર આજે સંસદમાં થશે ભવ્ય આયોજન, રાષ્ટ્રપતિ મુર્મુ કરશે અધ્યક્ષતા
Ahmedabad SIR 2025: અમદાવાદમાં BLO પર કામનું ભારણ ઘટશે! મદદે આવશે 3000 કર્મચારીઓની ફોજ, કલેક્ટરનો મોટો નિર્ણય
અમદાવાદમાં BLO પર કામનું ભારણ ઘટશે! મદદે આવશે 3000 કર્મચારીઓની ફોજ, કલેક્ટરનો મોટો નિર્ણય
T20 World Cup 2026: ICC ની મોટી જાહેરાત! રોહિત શર્માને મળી આ મહત્વની જવાબદારી, વર્લ્ડ કપમાં ભજવશે 'ખાસ' ભૂમિકા
ICC ની મોટી જાહેરાત! રોહિત શર્માને મળી આ મહત્વની જવાબદારી, વર્લ્ડ કપમાં ભજવશે 'ખાસ' ભૂમિકા
'ચીન ભલે કઈપણ બોલે, અરુણાચલ ભારતનું અભિન્ન અંગ', MEA નો ડ્રેગનને સનસનતો જવાબ, કહ્યું- મહિલાની પાસે હતો લીગલ પાસપૉર્ટ
'ચીન ભલે કઈપણ બોલે, અરુણાચલ ભારતનું અભિન્ન અંગ', MEA નો ડ્રેગનને સનસનતો જવાબ, કહ્યું- મહિલાની પાસે હતો લીગલ પાસપૉર્ટ
PM મોદીના લેટેસ્ટ આઉટફિટે ઇન્ટરનેટને ચોંકાવ્યુંઃ નેટીઝન્સે કહ્યું 'તેમને પહેલા ક્યારેય આ અવતારમાં નથી જોયા'
PM મોદીના લેટેસ્ટ આઉટફિટે ઇન્ટરનેટને ચોંકાવ્યુંઃ નેટીઝન્સે કહ્યું 'તેમને પહેલા ક્યારેય આ અવતારમાં નથી જોયા'
Aaj Ka Rashifal: મેષ, વૃષભ, મિથુન અને કર્ક રાશિના જાતકો પર જવાબદારીઓનો ઢગલો, એક નાની ભૂલ બધુ કરી દેશે બરબાદ
Aaj Ka Rashifal: મેષ, વૃષભ, મિથુન અને કર્ક રાશિના જાતકો પર જવાબદારીઓનો ઢગલો, એક નાની ભૂલ બધુ કરી દેશે બરબાદ
T20 World Cup Schedule: ICC એ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં
T20 World Cup Schedule: ICC એ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં
નીતિશ કુમાર ફરી સરકારમાં આવતા જ લાલુ પરિવારને આપ્યો મોટો ઝટકો! રાબડી દેવીને ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
નીતિશ કુમાર ફરી સરકારમાં આવતા જ લાલુ પરિવારને આપ્યો મોટો ઝટકો! રાબડી દેવીને ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Embed widget