Asia Cup 2023: એશિયા કપમાં નવી ભૂમિકામાં જોવા મળી શકે છે જસપ્રીત બુમરાહ, કેપ્ટનશિપ બાદ મળશે મહત્વની જવાબદારી
Jasprit Bumrah: એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થવાનો છે. બીસીસીઆઈએ હજુ સુધી એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી નથી.
Jasprit Bumrah Team India: ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 સિરીઝ રમાઈ રહી છે. આ શ્રેણી માટે જસપ્રીત બુમરાહને ભારતનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બુમરાહ ઈજા બાદ ફિટ થઈ ગયો હતો અને હવે તેણે શાનદાર વાપસી કરી છે. બુમરાહ હવે બીજી નવી જવાબદારી માટે તૈયાર થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેને એશિયા કપ 2023 માટે વાઇસ કેપ્ટન બનાવી શકે છે. બીસીસીઆઈએ હજુ સુધી એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી નથી. પરંતુ તેની જાહેરાત સોમવારે થઈ શકે છે.
'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના સમાચાર અનુસાર, BCCI સોમવારે એશિયા કપ માટે ટીમની પસંદગી કરી શકે છે. જેમાં બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે. બીસીસીઆઈએ બેઠક રાખી છે. તેમાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા પણ સામેલ હશે. દ્રવિડ પોતે મીટિંગમાં હાજર રહેશે. જ્યારે રોહિત શર્મા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે. રોહિત મુંબઈમાં છે. આ બેઠકમાં ટીમ ઈન્ડિયાના પસંદગીકાર એસએસ દાસ પણ હાજરી આપશે.
એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થવાનો છે. વર્લ્ડ કપ 2023, 5 ઓક્ટોબરથી રમાશે. BCCI હાલમાં એશિયા કપ માટે ટીમની પસંદગી કરશે. આ પછી, વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી થઈ શકે છે. BCCI બુમરાહની રાહ જોઈ રહ્યું હતું. બુમરાહે આયર્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. મહત્વની વાત એ હતી કે તે સંપૂર્ણ રીતે ફિટ પણ દેખાતો હતી. બુમરાહની સાથે પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ સારી વાપસી કરી હતી. શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ ઈજા બાદ સ્વસ્થ થઈ ગયા છે. બધાની નજર આ બંને પર પણ રહેશે.
એશિયા કપ માટે પાકિસ્તાન, બાંગ્લાદેશ જાહેર કરી ચુક્યા છે ટીમ
પાકિસ્તાન એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી ચૂક્યું છે. બાબર આઝમ ટીમનું સુકાન સંભાળશે. બાંગ્લાદેશે પણ ખેલાડીઓની યાદી જાહેર કરી છે. બાંગ્લાદેશની કેપ્ટનશીપ શાકિબ અલ હસન કરશે. તે જ સમયે, રોહિત પૌડેલ નેપાળની કેપ્ટનશીપ કરશે.
11 મહિના બાદ વાપસી
આયર્લેન્ડ પ્રવાસ દ્વારા બુમરાહ લગભગ 11 મહિનાના લાંબા અંતર પછી ટીમ ઇન્ડિયામાં પાછો ફર્યો. આ પહેલા બુમરાહ પીઠની ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. તેની પીઠની સર્જરી પણ થઈ હતી. આવી સ્થિતિમાં એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા તેની વાપસી ભારત માટે મોટી રાહત છે. મેગા ટૂર્નામેન્ટ પહેલા, ટીમ ઈન્ડિયા તેની ઈજાનું જોખમ લઈ શકે નહીં. બુમરાહ ટીમના મુખ્ય ઝડપી બોલરોમાંથી એક છે. આયર્લેન્ડ સામે પ્રથમ ટી20માં બુમરાહ ચોગ્ગાને રોકવાના ચકક્રરમાં બોલની પાછળ દોડતો જોવા મળે છે અને રવિ બિશ્નોઈ બાજુથી આવતો જોવા મળે છે. બિશ્નોઈ બોલને રોકવા માટે સ્લાઇડ કરે છે. આ દરમિયાન બુમરાહ પણ તેની ખૂબ નજીક આવી ગયો હતો અને તે બિશ્નોઈ સાથે ટકરાવાનો હતો, પરંતુ તે પછી ભારતીય કેપ્ટને સમજદારી બતાવીને બિશ્નોઈની ઉપરથી છલાંગ લગાવીને બંનેને ઈજા થતી બચાવી હતી.