શોધખોળ કરો

Asia Cup 2023: આજે શ્રીલંકામાં ટીમ ઇન્ડિયા સાથે જોડાશે કેએલ રાહુલ, સુપર-4ની મેચમાં રમતો જોવા મળશે

KL Rahul, Asia Cup 2023:  એશિયા કપમાં ગ્રુપ મેચમાં ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું હતું

KL Rahul, Asia Cup 2023:  એશિયા કપમાં ગ્રુપ મેચમાં ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઇન્ડિયા સુપર-4માં પહોંચી ગઇ છે. દરમિયાન ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કેએલ રાહુલ મંગળવારે શ્રીલંકામાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. તે સુપર-4 મેચો માટે ઉપલબ્ધ રહેશે. કેએલ રાહુલે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. તે પોતાની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે. વિશ્વ કપ માટે પણ રાહુલની પસંદગી કરવામાં આવશે તે નક્કી છે.

કેએલ રાહુલ ભારત-પાક મેચમાં રમી શકે છે

2023 એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે મેચ રમાઈ શકે છે. આ મેચમાં કેએલ રાહુલ પણ રમી શકે છે. આ પહેલા 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ કરાઇ હતી.

આજે વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરાશે

નોંધનીય છે કે આજે એટલે કે 5 સપ્ટેમ્બરે BCCI 2023 વન-ડે વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરશે. બપોરે 1.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ દ્વારા ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના લગભગ 15 ખેલાડીઓના નામ ફાઈનલ થઈ ગયા છે, પરંતુ 2 નામો પર હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. આ સિવાય એશિયા કપમાં રમી રહેલી ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ વર્લ્ડ કપમાં જોવા મળશે. રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓના નામ લગભગ નિશ્ચિત છે.

આ સિવાય અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ કેટલાક આશ્ચર્યજનક નામો પર નિર્ણય લઈ શકે છે. જો કે, એવું માનવામાં આવે છે કે વિશ્વ કપની ટીમમાં મોટાભાગે એ જ ખેલાડીઓ હશે જે એશિયા કપમાં રમી રહ્યા છે.

પોઈન્ટ ટેબલની શું છે સ્થિતિ

ગ્રુપ Aમાંથી, પાકિસ્તાન પ્રથમ સ્થાને રહ્યું અને ભારત બીજા સ્થાને રહીને સુપર ફોર માટે ક્વોલિફાય થયું. ગ્રુપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન માટે સુપર ફોરમાં પહોંચવાનો માર્ગ હજુ ખુલ્લો છે. સુપર ફોર રાઉન્ડ 6 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન ફરી એકવાર 10 સપ્ટેમ્બરે ટકરાશે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget