શોધખોળ કરો

Asia Cup 2025: એશિયા કપ જીતવા પર કેટલી પ્રાઈઝ મની મળશે? ઈનામી રાશિમાં આટલા કરોડનો વધારો

એશિયા કપ 2025ની શરુઆત 9 સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે અને તેની ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે. આ એશિયામાં યોજાનારી સૌથી મોટી ટુર્નામેન્ટમાંની એક છે.

Asia Cup 2025 Winner Prize Money: એશિયા કપ 2025ની શરુઆત 9 સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે અને તેની ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે. આ એશિયામાં યોજાનારી સૌથી મોટી ટુર્નામેન્ટમાંની એક છે. એશિયા કપમાં મળતી ઇનામી રકમ પણ આ વાત જણાવે છે. આ વખતે એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ જીતનાર ટીમ માટે ઇનામી રકમમાં પણ વધારો કર્યો છે. આ ઇનામી રકમ હજારો કે લાખોમાં નહીં પરંતુ પૂરા એક કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે.

એશિયા કપ 2025 વિજેતા માટે ઇનામી રકમ

આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં યોજાવા જઈ રહ્યો છે. છેલ્લી વખત 2022માં એશિયા કપ T20 ફોર્મેટમાં રમાયો હતો, ત્યારે શ્રીલંકાએ આ ટુર્નામેન્ટ જીતી હતી અને તે સમયે બે લાખ યુએસ ડોલરની ઇનામી રકમ આપવામાં આવી હતી, જે ભારતીય ચલણમાં રૂપાંતરિત થાય ત્યારે 1.6 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ વખતે એશિયા કપ 2025માં વિજેતાને ત્રણ લાખ યુએસ ડોલરની ઇનામી રકમ આપવામાં આવશે, જે ભારતીય ચલણમાં 2.6 કરોડ રૂપિયા જેટલી થાય છે.

ભારત એશિયા કપમાં ક્યારે મેચ રમશે ?

સૂર્યકુમાર યાદવના કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા એશિયા કપમાં રમશે. ભારતને ગ્રુપ A માં રાખવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાન, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પણ સામેલ છે. ટીમ ઈન્ડિયા એશિયા કપમાં તેનો પહેલો મેચ 10 સપ્ટેમ્બરે UAE સામે રમશે. આ પછી, બીજી મેચ 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ગ્રુપ સ્ટેજની ભારતની ત્રીજી મેચ 19 સપ્ટેમ્બરે ઓમાન સામે થશે.

એશિયા કપની બધી લીગ મેચો પછી, બંને ગ્રુપમાંથી 2-2 ટીમો સુપર-4 માં જશે. ત્યાં આ ચાર ટીમો એકબીજા સાથે મેચ રમશે. સુપર-4 માંથી બે ટીમો ફાઇનલમાં પહોંચશે અને આપણને 28 સપ્ટેમ્બરે આ એશિયા કપનો વિજેતા મળશે.

ભારતીય ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે 

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરી રહ્યા છે. શુભમન ગિલને ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ઘરેલુ ક્રિકેટ અને IPLમાં સારું પ્રદર્શન કરનારા ઘણા સ્ટાર ખેલાડીઓને પણ ટીમમાં તક મળી છે. આ ઉપરાંત, જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર બોલરે પણ T20 માં વાપસી કરી છે.              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ

Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!

Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું

કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર : જાન્યુઆરી 2026 માં 60 ટકા થશે મોંઘવારી ભથ્થું! ટૂંક સમયમાં થશે જાહેરાત

8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!

Gold silver Rate: સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, જાણી લો આજના લેટેસ્ટ રેટ 

Embed widget