BAN vs AFG: બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને સુપર-4માં જતા રોક્યું, રોમાંચક મેચમાં આઠ રનથી મેળવી જીત
BAN vs AFG Asia Cup highlights: બાંગ્લાદેશે રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 8 રનથી હરાવ્યું હતું . આ સાથે બાંગ્લાદેશે સુપર-4માં જવાની આશા જીવંત રાખી છે

BAN vs AFG Asia Cup highlights: બાંગ્લાદેશે રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 8 રનથી હરાવ્યું હતું . આ સાથે બાંગ્લાદેશે સુપર-4માં જવાની આશા જીવંત રાખી છે. આ મેચમાં બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતા 154 રન બનાવ્યા હતા, જેના જવાબમાં અફઘાનિસ્તાન ટીમ ફક્ત 146 રન જ બનાવી શકી હતી. ગ્રુપ-B માં સુપર-4 માટેની રેસ વધુ રોમાંચક બની ગઈ છે. અઝમતુલ્લાહ ઉમરઝાઈ 30 રનના સ્કોર પર આઉટ થતાં જ બાંગ્લાદેશે મેચમાં વાપસી કરી હતી.
Bangladesh get over the line! ✌️
— AsianCricketCouncil (@ACCMedia1) September 16, 2025
It went down to the wire but 🇧🇩 channeled their Tiger spirit to fight until the end, picking up a win and staying alive in the tournament.#BANvAFG #DPWorldAsiaCup2025 #ACC pic.twitter.com/eNNBUO9B0i
અફઘાનિસ્તાનની અડધી ટીમ 77 રનના સ્કોરે પેવેલિયન પરત ફરી હતી. અહીંથી, અઝમતુલ્લાહ ઉમરઝાઈ અફઘાન ટીમ માટે આશાનું કિરણ બન્યો. તેણે 16 બોલમાં 30 રનની ઝડપી ઇનિંગ રમી અને અફઘાનિસ્તાનની જીતની આશાઓ જગાવી, પરંતુ તસ્કિન અહેમદે તેને 16મી ઓવરમાં આઉટ કર્યો હતો.
અફઘાનિસ્તાનને સુપર-4માં જતા રોક્યું
અફઘાનિસ્તાન ફક્ત 155 રનનો લક્ષ્યાંક મેળવીને સુપર-4માં જઈ શક્યું હોત, પરંતુ તે લક્ષ્યથી 8 રન પાછળ રહ્યું. અફઘાનિસ્તાનને છેલ્લી 4 ઓવરમાં જીતવા માટે 45 રનની જરૂર હતી. કેપ્ટન રાશિદ ખાન હજુ પણ ક્રીઝ પર હતો અને તેણે 17મી ઓવરમાં 14 રન બનાવ્યા હતા.
પરિસ્થિતિ એવી હતી કે અફઘાનિસ્તાનની ટીમને છેલ્લી 2 ઓવરમાં જીતવા માટે 27 રનની જરૂર હતી. રાશિદ ખાને 19મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, જેના કારણે અફઘાનિસ્તાનની જીતની આશા જીવંત રહી, પરંતુ મુસ્તફિઝુર રહેમાને તેને બીજા જ બોલ પર આઉટ કર્યો હતો. મુસ્તફિઝુરે બીજા જ બોલ પર ગઝનફરને પણ આઉટ કર્યો, પરંતુ તે પોતાની હેટ્રિક પૂર્ણ કરી શક્યો નહીં.
નૂર અહેમદે છેલ્લી ઓવરમાં 2 છગ્ગા ફટકાર્યા, પરંતુ આ બધું અફઘાનિસ્તાનની જીત માટે અપૂરતું સાબિત થયું. ગ્રુપ બીની કોઈ પણ ટીમ હજુ સુધી સુપર-4 માટે ક્વોલિફાય થઈ નથી.




















