(Source: ECI/ABP News/ABP Majha)
AUS vs WI: ટેસ્ટ મેચ દરમિયાન રિકી પોન્ટિંગની તબિયત ખરાબ થઈ, હોસ્પિટલમાં દાખલ
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પર્થમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગને હૃદયની તકલીફ થઈ છે. આ પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
AUS vs WI: ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પર્થમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગને હૃદયની તકલીફ થઈ છે. આ પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ટેસ્ટના ત્રીજા દિવસે લંચ ટાઈમ નજીક રિકી પોન્ટિંગને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. પોન્ટિંગ ચેનલ સેવન માટે કોમેન્ટ્રી કરી રહ્યો હતો. સમસ્યા પછી, તે કોમેન્ટ્રી માટે પણ પાછો આવ્યો ન હતો.
આજે મેચનો ત્રીજો દિવસ છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે પ્રથમ દાવમાં વેસ્ટ ઈન્ડિઝને 283 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. પ્રથમ દાવ બાદ પણ વેસ્ટ ઈન્ડિઝ પર 315 રનની લીડ બાકી છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને 598 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો.
લાબુશેન અને સ્મિથે બેવડી સદી ફટકારી હતી
આ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથે બેવડી સદી ફટકારી હતી. જેમાં માર્નસ લાબુશેને 204 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 20 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે જ સ્ટીવ સ્મિથ 200 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેની ઇનિંગમાં કુલ 16 ચોગ્ગા સામેલ હતા. બંને બેટ્સમેન શાનદાર લયમાં જોવા મળ્યા હતા. આ સિવાય ટ્રેવિસ હેડે 99 અને ઉસ્માન ખ્વાજાએ 65 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો લયમાં જોવા મળ્યા હતા
બાદમાં બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝ ઓસ્ટ્રેલિયન બોલરો સામે ઘૂંટણિયે પડેલી જોવા મળી હતી. જેમાં ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે 51 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય કેપ્ટન પેટ કમિન્સે પણ 34 વિકેટ આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સાથે જ નાથન લિયોને 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય હેઝલવુડ અને કેમરોન ગ્રીને 1-1 વિકેટ લીધી હતી.
વેસ્ટ ઈન્ડિઝના ક્રેગ બ્રેથવેટે 64, ટી ચંદ્રપોલે 51, બ્લેકવુડે 36, શમર બ્રુક્સે 33 અને જેસન હોલ્ડરે 27 રન બનાવ્યા હતા.
જણાવી દઈએ કે આ સમયે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 30 નવેમ્બરથી પર્થમાં રમાશે. આ મેચમાં રિકી પોન્ટિંગ કોમેન્ટ્રી કરી રહ્યો છે. પોન્ટિંગ સાથેની આ ઘટના ત્રીજા દિવસે (2 ડિસેમ્બર) બની હતી. ઓસ્ટ્રેલિયાનો અનુભવી પોન્ટિંગ આ મહિને એટલે કે 19 ડિસેમ્બરે 48 વર્ષનો થશે.
દરમિયાન રિકી પોન્ટિંગની તબિયત અચાનક બગડી હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. આ પછી તરત જ પોન્ટિંગને પર્થની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.