શોધખોળ કરો
Advertisement
રોહિત શર્માનું ઓસ્ટ્રેલિયામાં રમવું લગભગ અસંભવ, તેની જગ્યાએ હવે આ ઘાતક બેટ્સમેનને મળી શકે છે મોકો, જાણો વિગતે
ખાસ વાત છે કે કેપ્ટન વિરાટ કોહલી પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ બાદ ભારત પરત ફરવાનો છે. આવી સ્થિતિમાં મીડલ ઓર્ડરમાં અનુભવી બેટ્સમેનની કમી પડશે, આને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇ શ્રેયસ અય્યરને ટેસ્ટ ટીમમાં રોહિત શર્માની જગ્યાએ મોકો આપી શકે છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી મહિને રમાનારી ટેસ્ટ સીરીઝ પહેલા ખેલાડીઓની ઇજાના કારણે પરેશાન થઇ ચૂકી છે. રિપોર્ટ્સ છે કે હવે રોહિત શર્મા અને ઇશાંત શર્મા હવે ઓસ્ટ્રેલિયામાં નહીં રમી શકે, કેમકે બન્નેને હજુ ઇજામાંથી બહાર આવીને ફિટનેસ લાવતા એક મહિનાનો સમય લાગી શકે છે. જો આમ થશે તો રોહિતની જગ્યાએ બીસીસીઆઇ તેનો ઓપ્શન શોધશે. માનવમાં આવી રહ્યું છે કે રોહિત શર્માની જગ્યાએ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યર માટે ટેસ્ટ ટીમના દરવાજા ખુલી શકે છે.
ખાસ વાત છે કે કેપ્ટન વિરાટ કોહલી પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ બાદ ભારત પરત ફરવાનો છે. આવી સ્થિતિમાં મીડલ ઓર્ડરમાં અનુભવી બેટ્સમેનની કમી પડશે, આને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇ શ્રેયસ અય્યરને ટેસ્ટ ટીમમાં રોહિત શર્માની જગ્યાએ મોકો આપી શકે છે.
શ્રેયસ અય્યર હાલ ટીમ ઇન્ડિયાની સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં જ છે, અય્યરનુ સિલેક્શન વનડે અને ટી20 સીરીઝ માટે થયુ છે. પરંતુ વિરાટ અને રોહિતની ગેરહાજરીમાં અય્યરને ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઇન્ડિયા સાથે રોકાવવાનુ કહેવામાં આવી શકે છે.
અય્યરને ટીમ ઇન્ડિયામાં ટેસ્ટ ટીમમાં ડેબ્યૂ કરવાનો મોકો ક્યારેય નથી મળ્યો, અય્યરનો રેકોર્ડ એકદમ શાનદાર રહ્યો છે. અય્યરે અત્યાર સુધી 18 વનડે મેચોમાં 49.86ની એવરેજથી 748 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 8 અડધીસદી સામેલ છે. અય્યર ટી20માં 2 ફિફ્ટીની મદદથી 417 રન બનાવી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion