ઓસ્ટ્રેલિયા ક્રિકેટનો બાદશાહ... જુઓ સ્ટીવ સ્મિથના વનડે કેરિયરના 5 મોટા રેકોર્ડ
Steve Smith ODI Records: અહીં અમે તમને સ્ટીવ સ્મિથના વનડે કારકિર્દીના એવા પાંચ મોટા રેકોર્ડ વિશે માહિતી આપી રહ્યાં છીએ જે અદભૂત છે...

Steve Smith ODI Records: ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રૉફીની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું છે, આ હારથી ઓસ્ટ્રેલિયા ખુબ દુઃખી છે. હવે સમાચાર સામે આવ્યા છે કે, અનુભવી બેટ્સમેન અને ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. જોકે, સ્મિથ હજુ પણ ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ અને ટી20 માં ઉપલબ્ધ રહેશે. અહીં અમે તમને સ્ટીવ સ્મિથના વનડે કારકિર્દીના એવા પાંચ મોટા રેકોર્ડ વિશે માહિતી આપી રહ્યાં છીએ જે અદભૂત છે...
ઓસ્ટ્રેલિયા માટે વનડેમાં સૌથી વધુ સદી ફટકારનારો પાંચમો ખેલાડી -
સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા માટે ODI ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનારો પાંચમો ખેલાડી છે. સ્મિથના નામે વનડે ફોર્મેટમાં 12 સદી છે.
વનડેમાં ત્રીજી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી -
સ્ટીવ સ્મિથ અને જ્યોર્જ બેઇલી વચ્ચે વનડેમાં ત્રીજી વિકેટ માટે સૌથી વધુ ભાગીદારીનો રેકોર્ડ છે. તેમણે 2016 માં ભારત સામે 242 રન ઉમેર્યા હતા.
વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ અડધી સદી -
સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા માટે વનડેમાં સૌથી વધુ અડધી સદી ફટકારનારો બેટ્સમેન છે. તેના નામે 10 અડધી સદી છે.
ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન તરીકે એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન -
સ્ટીવ સ્મિથના નામે એક ખાસ રેકોર્ડ છે. તે ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન તરીકે એક ઇનિંગ્સમાં રિકી પોન્ટિંગ સાથે સંયુક્ત રીતે સૌથી વધુ રન બનાવનારો ખેલાડી છે. સ્ટીવ સ્મિથે 2016 માં ન્યૂઝીલેન્ડ સામે 164 રનની ઇનિંગ રમી હતી. રિકી પોન્ટિંગે 2006 માં દક્ષિણ આફ્રિકા સામે 164 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા માટે વનડેમાં 5000 રન પૂરા કરનારો ચોથો સૌથી ઝડપી ખેલાડી -
સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા માટે વનડેમાં 5000 રન પૂરા કરનારો ચોથા સૌથી ઝડપી ખેલાડી છે. તેણે 129 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
આ પણ વાંચો




















