શોધખોળ કરો
Steve Smith Retirement: લેગ સ્પિનરથી મહાન બેટ્સમેન બનવા સુધીની સફર સમાપ્ત, સ્ટીવ સ્મિથે નિવૃતિ લઇ ચોંકાવ્યા
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ભારત સામેની હાર બાદ સ્ટીવ સ્મિથે અચાનક નિવૃત્તિ લઈ લીધી છે.

સ્ટીવ સ્મિથ
1/7

Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ભારત સામેની હાર બાદ સ્ટીવ સ્મિથે અચાનક નિવૃત્તિ લઈ લીધી છે.
2/7

35 વર્ષીય સ્ટીવ સ્મિથે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના પરાજય બાદ સ્મિથે આ નિર્ણય લીધો છે. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો ભારત સામે 4 વિકેટે પરાજય થયો હતો
3/7

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બોર્ડે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ મેચ સમાપ્ત થયા પછી તરત જ સ્મિથ સાથી ખેલાડીઓ પાસે ગયો અને તેમને તેની નિવૃત્તિ વિશે જણાવ્યું હતું. સ્મિથે તાત્કાલિક અસરથી વનડે ક્રિકેટ છોડી દીધું છે.
4/7

સ્મિથ હજુ પણ ટી20 અને ટેસ્ટ મેચ રમવા માટે ઉપલબ્ધ રહેશે. ટીમ ઈન્ડિયા સામે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચમાં સ્મિથે 73 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
5/7

સ્ટીવ સ્મિથે 19 ફેબ્રુઆરી 2010ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં પોતાનું વનડે ડેબ્યૂ કર્યું હતું. સ્મિથ લેગ સ્પિનર્સ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી પરંતુ પછીથી તે એક મહાન બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો હતો.
6/7

સ્મિથે 170 વનડે મેચની કારકિર્દીમાં કુલ 5800 રન બનાવ્યા. તેણે આ ફોર્મેટમાં 12 સદી અને 35 અડધી સદી પણ ફટકારી છે. વન-ડે મેચોમાં તેની સરેરાશ 43.28 હતી અને તેણે 28 વિકેટ પણ લીધી હતી.
7/7

સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાની વનડે ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે. તે બે વાર ઓસ્ટ્રેલિયાની વન-ડે વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યો છે. તેણે 2015 અને 2023માં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
Published at : 05 Mar 2025 12:59 PM (IST)
આગળ જુઓ
Advertisement