ઓસ્ટ્રેલિયા માટે 74 ટેસ્ટ રમનાર આ પૂર્વ ક્રિકેટરની થઈ ધરપકડ, ઘરેલુ હિંસાનો લાગ્યો આરોપ
આ ભૂતપૂર્વ ઓપનર 1993 થી 2001 સુધી 74 ટેસ્ટ અને 42 વનડે રમ્યો હતો.
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઈકલ સ્લેટરની બુધવારે ઘરેલુ હિંસાના આરોપમાં સિડનીમાં ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર સ્લેટરની ગયા સપ્તાહે કથિત ઘટનાના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી છે.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે પુષ્ટિ કરી છે કે તેઓએ સિડનીના ઉત્તર કિનારેથી 51 વર્ષીય વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 12 ઓક્ટોબર, 2021 ના રોજ મંગળવારે કથિત રીતે ઘરેલુ હિંસાની ઘટનાનો અહેવાલ મળ્યા બાદ, પૂર્વીય ઉપનગરીય પોલીસ એરિયા કમાન્ડ સાથે જોડાયેલા અધિકારીઓએ ગઈકાલે તપાસ શરૂ કરી હતી.
સ્લેટર ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં ટોપ ઓર્ડરનો બેટ્સમેન હતો. 2004 માં ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા સ્લેટરએ ટેસ્ટમાં 5,312 રન બનાવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, "તપાસ બાદ, અધિકારી સવારે 9.20 વાગ્યે મેનલીમાં એક ઘરમાં ગયો અને સ્લેટર સાથે વાત કરી. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને મુખ્ય પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.”
આ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર 1993 થી 2001 સુધી ઓસ્ટ્રેલિયા માટે 74 ટેસ્ટ અને 42 વનડે રમ્યો હતો. તેઓ છેલ્લા 15 વર્ષથી કોમેન્ટ્રી પેનલનો ભાગ છે. ગયા મહિને સેવન નેટવર્ક ક્રિકેટે તેમને કોમેન્ટ્રી ટીમમાંથી દૂર કર્યા હતા. સ્લેટર આ ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટર સાથે ત્રણ વર્ષ રહ્યા.
ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને તેમના દેશવાસીઓને કોવિડ -19 થી અસરગ્રસ્ત ભારતમાંથી પરત ફરવાની પરવાનગી પર પ્રતિબંધ મૂક્યો હતો. જે બાદ માઈકલ સ્લેટરએ તેની આકરી ટીકા કરી હતી અને તેને અપમાનજનક ગણાવી હતી.
સ્લેટર આ વર્ષે ભારતમાં યોજાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ના પ્રથમ ચરણમાં કોમેન્ટેટરની ભૂમિકા ભજવી હતી. ભારતમાં કોવિડ -19 ફાટી નીકળવાના કારણે ઓસ્ટ્રેલિયાએ અહીંથી કોમર્શિયલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેનાથી આઇપીએલમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને કોમેન્ટેટરોની મુશ્કેલીઓ વધી હતી.