શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે પ્લેઈંગ ઈલેવનનાં નામ ઈન્સ્ટાગ્રામ પર મૂકી દેતાં એક વર્ષનો પ્રતિબંધ, જાણો વિગત
મેચ અગાઉ ટીમની વિગતો જાહેર કરવાથી સટ્ટાબાજો તેનો ઉપયોગ કરી શકે છે અને તેથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આકરો નિર્ણય લીધો છે
સિડનીઃ ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ વિમેન્સ બિગ બેશ લીગની હોબાર્ટ હરિકેન્સની વિકેટકીપર એમિલી સ્મિથ પર એક વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના એન્ટિ-કરપ્શન કોડનો ભંગ કરવા બદલ તેના પર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ પ્રતિબંધના કારણે સ્મિથ બાકી રહેલી વિમેન્સ સિઝનમાંથી બહાર થઈ ગઈ છે. જેમાં વિમેન્સ બિગ બેશ લીગ અને 50 ઓવરની વિમેન્સ નેશનલ ક્રિકેટ લીગનો પણ સમાવેશ કરવામાં આવે છે.
સ્મિથે વિમેન્સ બિગ બેશ લીગમાં સિડની થંડર્સ સામે રમાયેલી મેચના થોડાં સમય પહેલા જ હોબાર્ટ હરિકેન્સની લાઈનઅપ સહિત કેટલીક વિગતો જણાવતો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.
જેના કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેની સામે પગલાં લેતાં તેના પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. મેચ અગાઉ ટીમની વિગતો જાહેર કરવાથી સટ્ટાબાજો તેનો ઉપયોગ કરી શકે છે અને તેથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આકરો નિર્ણય લીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સુરત
ગેજેટ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion