Surat Accident News: સુરતમાં રફતારની મજામાં બ્લોગર યુવકે ગુમાવ્યો જીવ
સુરતમાં રફતારની મજાએ બ્લોગરનો જીવ લીધો હતો. મળતી જાણકારી અનુસાર, સોશલ મીડિયામાં ચમકવા રિલ્સ મુકતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સુરતમાં બન્યો હતો. સુરતમાં રફતારની મજા બ્લોગર માટે મોતની સજા સાબિત થઈ હતી. બ્લોગર હેલ્મેટ વગર પૂરઝડપે સ્પોર્ટસ બાઈક દોડાવી રહ્યો હતો. બ્રેડ લાઈનર બ્રિજ ઊતરતી વખતે બાઈક પરથી કંન્ટ્રોલ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં 18 વર્ષીય પ્રિન્સ પટેલનું મોત થયું હતું. અકસ્માતમાં પ્રિન્સનું માથું અને ધડ અલગ થઈ જતા મોત થયું હતું.
પોલીસની તપાસમાં મૃતક પ્રિન્સ બ્લોગર હોવાનો ખુલાસો થયો હતો. મૃતક પ્રિન્સની જૂની રિલ્સ પણ વાયરલ થઈ રહી છે. 13 ઓક્ટોબરની રિલ્સમાં બાઈકની સ્પીડ 140 કિલોમીટરની હતી. મૃતક પ્રિન્સે બાઈક પર Monster લખાવ્યું હતું. 22 સપ્ટેમ્બરે નવી સ્પોર્ટ્સ બાઈક ખરીદી રિલ બનાવી હતી. 2 દિવસ પહેલા બનાવેલી રિલ્સમાં બાઈક માટે 'લેલા' શબ્દનો ઉપયોગ કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે હેલ્મેટ વગર વાહન ચલાવી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન મોતનું કારણ બન્યું હતું. એકના એક દિકરાના અકાળે મોતથી પાટીદાર પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. ખટોદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.





















