Axar Patel Corona: આ ગુજરાતી ક્રિકેટર કોરોના પોઝિટિવ આવતા દિલ્હી કેપિટલ્સને લાગ્યો મોટો ઝાટકો
ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન 09 એપ્રિલથી શરૂ થઈ રહી છે.
IPL 2021: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન 09 એપ્રિલથી શરૂ થઈ રહી છે. આઈપીએલ 2021ની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ઝાટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ જાણકારી આપી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021માં દિલ્હી કેપિટલના (Delhi Capitals) નિયમિત કેપ્ટન શ્રેયસ ઐયરની (Shreyas Iyer) ઈજા બાદ રિષભ પંતને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે. પંત અત્યારે ખતરનાક ફોર્મમાં છે અને આ વર્ષે આઈપીએલમાં તેની કેપ્ટનશીપ હેઠળ દિલ્હીની ટીમ કમાલ પણ કરી શકે છે.
IPL 2021: Big blow for DC as Axar Patel tests positive for COVID-19
— ANI Digital (@ani_digital) April 3, 2021
Read @ANI Story | https://t.co/SLg4MTcZBt pic.twitter.com/Y1y8U426W3
નોંધનીયિ છે કે, દિલ્હીની ટીમ ક્યારેય ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ખિતાબ જીતી શકી નથી. બે વર્ષ પહેલા ગૌતમ (Gautam Gambhir) ગંભીરે ચાલુ સીઝનમાં જ કેપ્ટનશિપ છોડી દીધી હતી. ત્યારબાદ યુવા ખેલાડી શ્રેયસ ઐયરને કેપ્ટનશિપ આપવામાં આવી હતી. દિલ્હીની ટીમમાં ઘણા યુવા પ્રતિભાશાળી ખેલાડીઓ છે જેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. રિષભ સિવાય પૃથ્વી શો પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તે પણ પોતાના પ્રદર્શનથી ઘણું સાબિત કરવા માંગશે.
આ વર્ષે પંત ખતરનાક ફોર્મમાં છે. 23 વર્ષના ખેલાડીએ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતની 3-1થી જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી જેમાં તેણે સદીની મદદથી છ ઇનિંગ્સમાં 270 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ સામેની ટી -૨૦ આંતરરાષ્ટ્રીય બાદ વનડે શ્રેણીમાં શાનદાર ફોર્મ બતાવ્યું હતું. અશ્વિન અને અક્ષરે તાજેતરમાં જ ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
રિષભ પંતે ઈન્ડિયન પ્રીમિયર લીગની 68 મેચમાં 152ના સ્ટ્રાઇક રેટથી 2079 રન ફટકાર્યા છે. 10 એપ્રિલના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ આઈપીલ 2021 સીઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે. ગત સીઝનની ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હાર્યા બાદ દિલ્હી કેપિટલ્સની ટીમ રનર્સ અપ રહી હતી.