શોધખોળ કરો
Advertisement
આઇપીએલની આ ટીમના નામે નોંધાયો એકદમ શરમજનક રેકોર્ડ, પહેલીવાર થયો આવો ખરાબ હાલ
રાજસ્થાન રૉયલ્સે 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગની પહેલી સિઝન પોતાના નામે કરી લીધી હતી. આ પહેલો મોકો છે જ્યારે રાજસ્થાન રૉયલ્સ પૉઇન્ટ ટેબલમાં છેલ્લા નંબર પર રહેશે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રવિવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રૉયલ્સને કોલકત્તા નાઇટરાઇડર્સના હાથે 60 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો. કેકેઆર વિરુદ્ધ મળેલી હારના કારણે રાજસ્થાનને ફક્ત પ્લેઓફમાં પહોંચવાની આશા જ પુરી નથી થઇ ગઇ પરંતુ તેના નામે એક ખરાબ રેકોર્ડ પણ નોંધાઇ ગયો છે.
રાજસ્થાન રૉયલ્સે આ સિઝનાં રમેલી 14માંથી 8 મેચોમાં હાર મળી છે, જ્યારે 6 મેચો જ જીતી શકી છે. રાજસ્થાન રૉયલ્સની ટીમને પૉઇન્ટ ટેબલમાં આ વર્ષ છેલ્લી પૉઝિશન પર રહીને જ સંતોષ કરવો પડશે. રાજસ્થાન આઇપીએલની પહેલી એવી ટીમ છે જે વિજેતા બન્યા બાદ પણ પૉઇન્ટ ટેબલમાં છેલ્લી પૉઝિશન પર રહેશે.
રાજસ્થાન રૉયલ્સે 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગની પહેલી સિઝન પોતાના નામે કરી લીધી હતી. આ પહેલો મોકો છે જ્યારે રાજસ્થાન રૉયલ્સ પૉઇન્ટ ટેબલમાં છેલ્લા નંબર પર રહેશે.
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં છેલ્લી પૉઝિશન રહેવાના મામલે દિલ્હીની ટીમનો રેકોર્ડ એકદમ ખરાબ છે. દિલ્હી ચાર વાર પૉઇન્ટ ટેબલ પર છેલ્લા નંબરની ટીમ તરીકે રહી ચૂકી છે. કિંગ્સ ઇલેવન પંજાબ ત્રણ વાર અને આરસીબી બે વાર પૉઇન્ટ ટેબલમાં છેલ્લા નંબરની પૉઝિશન પર રહી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion