શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બાંગ્લાદેશી ઓલરાઉન્ડર મહમુદુલ્લાએ ધોનીના કર્યા વખાણ, બોલ્યો- તેને રમતો જોઇને હું કંઇક શીખુ છું
બાંગ્લાદેશી ઓલરાઉન્ડર ખેલાડીએ કહ્યું કે, તે ધોનીને ક્લિપ્સ જુએ છે અને તેનાથી બેટિંગ શીખવાની કોશિશ કરે છે
નવી દિલ્હીઃ બાંગ્લાદેશી ક્રિકેટર મહમુદુલ્લાહએ એમએસ ધોનીની પ્રસંશા કરી છે, અને આશા વ્યક્ત કરી છે કે, તે પણ ક્યારેય ધોનીની કેપ્ટનશીપની બરાબરી કરી શકશે. બાંગ્લાદેશી ઓલરાઉન્ડર ખેલાડીએ કહ્યું કે, તે ધોનીને ક્લિપ્સ જુએ છે અને તેનાથી બેટિંગ શીખવાની કોશિશ કરે છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન મહમુદુલ્લાહએ કહ્યું કે, ધોની જેવી રીતે માહોલને કન્ટ્રૉલ કરે છે, તેને તે ખુબ ગમે છે. એકબાજુ જ્યાં તે પાંચમા, છઠ્ઠા નંબર પર આવીને બેટિંગ કરે છે તો ત્યાં હુ ખાલી બેસી રહુ છું. હું તેની ઇનિંગ જોવાની કોશિશ કરુ છુ, જેટલીવાર હુ તેની રમત જોઉં છુ હું તેનાથી કંઇક શીખવાની કોશિશ કરુ છુ.
ધોનીની જેમ જ મહમુદુલ્લાહએ પણ પોતાની ટીમ માટે કેટલીય મેચો જીતાડી છે, મીડલ ઓર્ડર બેટ્સમેન રહીને મહમુદુલ્લાહને લાગે છે કે તેને ટીમ પરથી દબાણ ઓછુ કરવુ જોઇએ.
મહમુદુલ્લાહએ કહ્યું કે વનડેમાં 50થી વધુની એવરેજ અને 90થી વધુનો સ્ટ્રાઇક રેટ આ વાતનો સાક્ષી છે, કે ધોની કેટલો મોટો બેટ્સમેન છે, તેને ક્રિકેટના ખેલાડીઓ પર મોટો પ્રભાવ પાડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion